સુરત જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતમાં નક્સલવાદી પ્રવૃત્તિ ફેલાવવા કુલ 25 જેટલા નકસલીઓ સક્રિય બન્યા હતા. જેની માહિતી પોલીસને મળી હતી કે આ નકસલી વિવિધ વિસ્તારોમાં ફરીને ગુપ્ત મિટિંગો કરે છે. 2010માં કુલ 25 જેટલા ઈસમો સામે કામરેજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. સમય જતાં 25 માંથી 23 નકસલીઓ પકડાઈ ગયા હતા. બે બાકી હતા જે પેકી મુખ્ય સૂત્રધાર પણ ગણાતો કોબાડ ગાંધીને ઝારખંડમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. જેને સુરત જિલ્લા પોલીસ મથકમાં લાવવામાં આવ્યો હતો.
સુરત પોલીસને મળી મોટી સફળતા, ફરાર નક્સલવાદી કોબાડ ગાંધી ઝારખંડમાંથી ઝડપાયો
સુરત: જિલ્લાના કામરેજમાં 2010માં નકસલવાદ અંગે નોંધાયેલા ગુનામાં ફરાર નક્સલવાદી કોબાદ ગાંધી ઝારખંડમાં પકડાયો હતો. ઝારખંડના કમાન્ડો દ્વારા કોબાડ ગાંધીની સુરત જિલ્લા પોલીસે ધરપકડ કરી હતી. કામરેજ Dysp દ્વારા કોબાડ ગાંધીને કઠોર કોર્ટમાં લઈ જઇ વધુ પૂછપરછ કરાઇ હતી.
ઝારખંડમાં એ પી સેન્ટર બનાવી દેશના વિવિધ રાજ્યોમાં નકસલી પ્રવૃતિઓ ફેલાવવામાં નકસલીઓનો ગોડ ફાધર આ કોબાડ ગાંધી કહેવાય છે. અને એટલું એનું વર્ચસ્વ પણ છે. કોબાડ ગાંધી પકડાયા બાદ ઝારખંડના હજારી બાગના જેલમાં હતો. સુરત જિલ્લા પોલીસે માંગ કરતા ઝારખંડ પોલીસ કમાન્ડો સાથે કોબાડ ગાંધીનો કબજો સુરત જિલ્લા પોલીસને સોંપવામાં આવ્યો હતો.જો કે, કોબાડ ગાંધીએ સુરત, તાપી જિલ્લા સહિત કેટલા વિસ્તારોમાં નકસલી પ્રવૃત્તિ માટે કેવી રીતે પ્રચાર કર્યો હતો, એ તમામ વિગતો મેળવવા પોલીસે પૂછપરછ શરૂ કરી છે.