ગુજરાત

gujarat

Surat News : ફ્લેટ ફીટ બાળકના પગના દુખાવા માટે જવાબદાર હોઈ શકે, કસ્ટમાઇઝ ઇન્સોલ છે ઉપાય

By

Published : Mar 18, 2023, 9:54 PM IST

Updated : Mar 19, 2023, 12:21 PM IST

બાળક અવારનવાર પગના દુખાવાની ફરિયાદ કરતું હોય તો તેના પગના તળિયાને ચોક્કસથી એકવાર ધ્યાનથી જોવાની જરૂરીયાત છે. શક્ય છે કે બાળકના પગના તળિયા સમતળ હોય. જે જોવામાં ભલે તમને સામાન્ય લાગે, પરંતુ તે બાળકના પગના દુખાવા માટે જવાબદાર હોઈ શકે છે.

Surat News : ફ્લેટ ફીટ બાળકના પગના દુખાવા માટે જવાબદાર હોઈ શકે, કસ્ટમાઇઝ ઇન્સોલ છે ઉપાય
Surat News : ફ્લેટ ફીટ બાળકના પગના દુખાવા માટે જવાબદાર હોઈ શકે, કસ્ટમાઇઝ ઇન્સોલ છે ઉપાય

પગના તળિયા સમતળ હોવાના કારણે દુખાવો થાય છે

સુરત : બાળકો ઘરે આવીને વારંવાર માતા-પિતાને ફરિયાદ કરે છે કે તેમના પગમાં દુખાવો છે. પરંતુ માતા-પિતાને ખબર નથી પડતી કે આ સામાન્ય દુખાવો નથી. પરંતુ તેના બાળકના પગના તળિયા સમતળ હોવાના કારણે આ દુખાવો કારણભૂત છે. 100માંથી 40 એવા બાળકો છે કે જેઓના પગ ફ્લેટ ફિટ હોવાના કારણે ચાલવા અને રમવા બાદ પગમાં દુખાવો થાય છે અને આવી સમસ્યાથી બાળકોને બચાવવા માટે હાલ વાલીઓ કસ્ટમાઇઝ ઇન્સોલ બનડાવી રહ્યા છે.

ભવિષ્યની અનેક સમસ્યાથી બચી શકે : એક્સપર્ટ માની રહ્યા છે કે સમતળ તળિયાના કારણે બાળકો જ્યારે વધારે ચાલે અથવા તો રમે તો તેમના પગમાં દુખાવો શરૂ થઈ જાય છે અને વારંવાર તેઓ આ અંગે વાલીઓને ફરિયાદ પણ કરે છે. પરંતુ ઘણા વાલીઓને આ અંગે જાણકારી પણ હોતી નથી કે બાળકોના પગ શા માટે દુખે છે ? ફ્લેટ ફિટ બાળકોને ભવિષ્યમાં નાની ઉંમરમાં કમરનો દુખાવો અને ઘૂંટણનો આકાર બદલાઈ જવો વગેરે જેવી ફરિયાદ પણ થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં ઘણા વાલીઓ ઇન્સોલ બનાવી રહ્યા છે. જેના કારણે બાળકો ભવિષ્યમાં આવી સમસ્યાથી બચી શકે. બાળકોના પગની સાઈઝ પ્રમાણે ઇન્સોલ બનાવવામાં આવે છે અને તે શૂઝની અંદર મૂકવામાં આવે છે. જેથી તેને ચાલવામાં અને રમવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય અને ભવિષ્યમાં પણ તે અનેક સમસ્યાથી બચી શકે.

100માંથી 40 એવા બાળકો છે કે જેઓના પગ ફ્લેટ ફિટ હોવાના કારણે ચાલવા અને રમવા બાદ પગમાં દુખાવો થાય

આ પણ વાંચો hair care : ઉનાળામાં વાળની સંભાળની સામાન્ય માન્યતાઓને દૂર કરી, અપનાવો આ ટીપ્સ

કાલ્ફની નસો ચડી જાય છે : ડોક્ટર વિધિ સાવલિયાએ જણાવ્યું હતું કે, હાલ શાળાના વિદ્યાર્થીઓમાં જોવા મળી રહ્યું છે કે પગના પંજા ફ્લેટ ફિટ એટલે કે સમતળ હોય છે. કેટલાકના પગમાં લો આર્ચ પણ જોવા મળે છે. જેના કારણે બાળકોને ઘણી પરેશાની થાય છે. બાળકો ઘરે આવીને ફરિયાદ કરે છે કે તેમના પગમાં પીડા થાય છે. જ્યારે આવા બાળકો વધારે ચાલે અથવા તો સ્પોર્ટ્સ એક્ટિવિટી કરે ત્યારે તેમને પગમાં દુખાવો થતો હોય છે. આખા પગમાં અથવા તો કાલ્ફમાં દુખાવો થતો હોય છે અથવા તો રાત્રે કાલ્ફની નસો ચડી જાય છે.

નાની ઉંમરમાં કમરનો દુખાવો : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ સમસ્યા બાળકોમાં વંશાનુંગત હોવાના કારણે થાય છે. માતા પિતા કે ઘરમાં કોઈ વૃધ્ધને આવી સમસ્યા થઈ હોય તો બાળકોના પગના તળિયા સપાટ જોવા મળે છે. આવી સમસ્યા ત્યારે નિદાનમાં આવી શકે જ્યારે બાળકોના મસલ્સના હાડકાનો વિકાસ થાય છે ત્યારે એક પ્રોપર ગાઈડન્સ મળી શકે છે. જેથી ભવિષ્યમાં તેમને સમસ્યા ઓછી થાય. ભવિષ્યમાં આવા બાળકોને નાની ઉંમરમાં કમરનો દુખાવો, ઘૂંટણની સાઈઝ બદલાઈ જાય આવી અનેક સમસ્યાઓથી બચાવી શકાય છે.

આ પણ વાંચો શું તમે પગની તિરાડથી છો પરેશાન,તો જાણો તેને દૂર કરવાનો સરળ ઉપાય

હાડકાનું અલાયમેન્ટ સારું કરી શકાય : સાથે તેઓએ કહ્યું હતું કે, ખાસ કરીને આવા ફ્લેટ ફિટ, હાઈ આર્ચ,લો આર્ચના બાળકોને કસ્ટમાઈઝ ઇનસોલ બનાવવામાં આવે છે. જે સોલ હોય છે તે બાળકોના પગના તળિયાના માપ પ્રમાણે અને જેટલો આર્ચ જરૂરી છે તે પ્રમાણે કસ્ટમાઈઝ બંને પગોના ઇનસોલ તૈયાર કરવામાં આવે છે. જે તેઓ શૂઝમાં પહેરતા હોય છે આ ઇન્સોલ દોઢથી બે વર્ષ સુધી ચાલે છે. જેના કારણે હાડકાનું અલાયમેન્ટ સારું કરી શકાય છે. સાથે મસલ્સ પણ ગ્રો થશે અને એના કારણે બાળકોની વર્ક કેપીબિલિટી સારી થઈ જાય છે.

રમ્યા પછી પગમાં દુખાવો વધી જાય છે : આઠ વર્ષની રુદ્રી છેલ્લા ઘણા સમયથી પગના દુખાવાની ફરિયાદ માતા પિતાને કરી રહી હતી. માતાપિતાને ખબર પણ નહોતી કે તેનો પગ શા માટે દુખે છે. આ અંગે રુદ્રીની માતા સોનલબેને જણાવ્યું હતું કે, રુદ્રી ઘણા સમયથી પગના દુખાવાને લઈ અમને ફરિયાદ કરતી હતી. રુદ્રી એ અમને જણાવ્યું હતું કે, જ્યારે તે રમે છે ત્યાર પછી તેના પગમાં દુખાવો વધી જાય છે. આ અંગે અમે અમારા ફેમિલી ડોક્ટરને બતાવ્યું હતું. તેઓએ જણાવ્યું કે સામાન્ય પગના તળિયાની જેમ રુદ્રીના પગના તળીયા નથી. તેઓએ અમને સલાહ આપી હતી કે તેના ઇનસોલ બનાવવામાં આવે. જેથી અમે એક્સપર્ટ પાસે આવ્યા છે અને તેના બંને પગના આકારને ધ્યાનમાં રાખી તેઓએ ઇન્સોલ બનાવ્યા છે.

Last Updated : Mar 19, 2023, 12:21 PM IST

ABOUT THE AUTHOR

...view details