સુરતના વિયર કમ કોઝવે ખાતે હાઇડ્રોલિક વિભાગમાં ટેક્નિકલ આસિસ્ટન્ટ ACBના રંગે હાથ ઝડપાયો છે. ACBએ ભીખુભાઇ લલ્લુભાઈ પટેલ ને રૂપિયા 57000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ફરિયાદી સુરત મહાનગર પાલિકાના રાંદેર ઝોનમાં તાપી નદી માંથી જુદા-જુદા વોટર વર્કસ પાસેથી મશીનરીથી જળકુંભી અને લીલ કાઢી અન્યત્ર ખસેડવા માટે કોન્ટ્રાક્ટ રાખ્યો હતો.
સુરત મનપાનો કર્મચારી લાંચ લેતા રંગહાથે ACBના સકંજામાં
સુરત: ભષ્ટ્રાચારનો પર્યાય બની ગયેલી સુરત મહાનગર પાલિકામાં એક વધુ કર્મચારી ACBના સકંજામાં સપડાયો છે. તાપી નદી માંથી જળકુંભીના કાઢવાના કોન્ટ્રેક્ટમાં કોન્ટ્રાકટ બીલમાં મશીનરીના કામના કલાકોમાં ફાયદો કરાવી આપી તે મુજબ પેપર્સ બનાવી આપવાના બદલે 57,000ની લાંચ માંગનાર મનપાના હાઇડ્રોલિક વિભાગનો ટેક્નિકલ આસિસ્ટન્ટ લાંચ લેતા ACBના હાથે ઝડપાયો છે. પૈસાની લાલચ એટલી બુરી હોય છે કે, ચાલુ લગ્ન પ્રસંગ છોડીને લાંચના પૈસા લેવા ગયો અને પકડાઈ ગયો.
ACB
કોન્ટ્રાકટના બિલમાં મશીનરીના કામના કલાકોમાં ફાયદો કરાવી આપી તે મુજબ પેપર્સ બનાવી આપ્યા હતા. જે બીલોને મંજુર કરવા માટે ઉપરી અધિકારી તરફ મોકલી આપવા માટે ભીખુભાઇ લલ્લુભાઈ પટેલે લાંચની માંગણી કરી હતી. ફરિયાદ મળતા ACBના ઇન્સ્પેક્ટર બી. કે. વનાર અને કર્મચારીઓ છટકું ગોઠવતા આરોપી રંગે હાથ ઝડપાય ગયો હતો. લગ્ન પ્રસંગમાં ગયા હોવા છતાં લાંચ લેવા ખાસ પ્રસંગ છોડીને આવ્યા અને ઝડપાઇ ગયા. ACBએ તેમની પાસેથી 57 હજાર રોકડા રંગેહાથ પકડી તેમની ધરપકડ કરી લીધી છે.