ડાયમંડ હોસ્પીટલના ડૉ. નીલેશ પલસાણાએ ડોનેટ લાઈફના પ્રમુખ નીલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી રવજીભાઈના બ્રેનડેડ અંગેની માહિતી આપી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ડૉ. દિનેશ કલસરિયા સાથે રહી રવજીભાઈના પરિવારજનોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવી તેનું મહત્વ સમજાવ્યું.
રવજીભાઈના પરિવારજનોએ જણાવ્યું કે આજે અમારું સ્વજન બ્રેનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે તેમનું શરીર બળીને રાખ થઇ જાય તેના કરતા તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો.
અંગદાન મહાદાન: સુરતના પરિવારે લીવરદાન કરી નવજીવન બક્ષ્યુ - Gujarat News
સુરત: 3 જુલાઈના રોજ નાના વરાછામાં રહેતા રવજી રોજીંદા નિત્યક્રમ મુજબ પોતાના ઘરની બહાર એમની ઉમરના વડીલો સાથે સાંજે પાંચ વાગ્યે ભજન કીર્તન કરી ઘરે ગયા હતા. ત્યારબાદ તેમને બેચેની લાગતાં અને લકવાની અસર જણાતા પરિવારજનોએ તેમને તાત્કાલિક સુરત ડાયમંડ હોસ્પીટલમાં સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. નિદાન માટે MRI કરાવતા મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. શુક્રવાર 05 જૂલાઈના રોજ ન્યૂરોફિજીશિયન દ્વારા રવજીને બ્રેનડેડ જાહેર કર્યા.
સુરતના રવજીભાઇના પરિવારે તેમનાં લિવરનું દાન કરી એક વ્યક્તિને નવજીવન બક્ષી
પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ ગુજરાત State Organ and Tissue Transplant Organization (SOTTO)ના કન્વીનર ડો. હિમાંશુ પટેલનો સંપર્ક કરી લિવરનું દાન લેવા આવવા માટે જણાવ્યું હતુ. અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડૉ.સુચેત ચૌધરી અને તેમની ટીમે આવી લિવરનું દાન સ્વીકાર્યું હતુ.