ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime: એક એવો ડોક્ટર જેને સારવારમાં નહીં પણ લોકોને છેતરવામાં રસ હતો, પોલીસે કરી ધરપકડ - બીગ વિનર મોબાઈલ એપ્લિકેશન

સુરત પોલીસે એક ડોક્ટરની ધરપકડ કરી હતી. કારણ કે, આ ડોક્ટર સારવાર કરવાની જગ્યાએ લોકો સાથે છેતરપિંડી કરી રહ્યો હતો. તેણે લોકોને છેતરવા માટે એક મોબાઈલ એપ્લિકેશન પણ બનાવી હતી, જે 1 લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી હતી.

Surat Crime: એક એવો ડોક્ટર જેને સારવારમાં નહીં પણ લોકોને છેતરવામાં રસ હતો, પોલીસે કરી ધરપકડ
Surat Crime: એક એવો ડોક્ટર જેને સારવારમાં નહીં પણ લોકોને છેતરવામાં રસ હતો, પોલીસે કરી ધરપકડ

By

Published : Mar 3, 2023, 10:04 PM IST

એપ્લિકેશનથી ઑનલાઈન પેમેન્ટ મેળવતો હતો

સુરતઃશહેરમાં ગુનાઓની સંખ્યા વધી રહી છે. તેવામાં સુરતની ખટોદરા પોલીસે એક એવા ડોક્ટરની ધરપકડ કરી છે, જે લોકોની સારવાર કરવાની જગ્યાએ તેમની સાથે છેતરપિંડી કરી રહ્યો હતો. ડેન્ટિસ્ટ નવનીત દેવાણીએ પ્લે સ્ટોર પર બીગ વિનર નામની એપ્લિકેશન લોકોને ઈન્સ્ટોલ કરાવતો હતો. ત્યારબાદ તેમની સાથે ઑનલાઈન છેતરપિંડી કરતો હતો. તેની આ એપ દેશભરના કુલ 1,01,470 લોકોએ ઈન્સ્ટોલ કરી છે.

આ પણ વાંચોઃAhmedabad Crime: એક કા ડબલની લાલચ આપી કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનારો રફૂચક્કર આરોપી ઝડપાયો

ખટોદરા પોલીસે કરી ધરપકડઃ મળતી માહિતી અનુસાર, ખટોદરા પોલીસે એવા ડોક્ટરની ધરપકડ કરી છે, જેને લોકોની સારવાર કરવાની જગ્યાએ છેતરપિંડી કરવામાં વધુ રસ હતો. મૂળ જૂનાગઢના અને હાલ શહેરના નાના વરાછામાં આવેલા ક્રિસ્ટલ લક્ઝરિયામાં રહેતા ડૉક્ટર નવનીત મનસુખ દેવાણીની પોલીસે ધરપકડ કરી હતી. આરોપી ડૉક્ટરે યુટ્યૂબ પર એક એડવર્ટાઈઝ જોઈ હતી. તેના આધારે એક એપ્લિકેશન બનાવવાનું ષડયંત્ર રચ્યું અને તેને આ એપ્લિકેશનનું નામ બીગ વિનર આપ્યું. તેમ જ આ એપ્લિકેશનને પ્લેસ્ટોર ઉપર મૂક્યું, જેને દેશભરના કુલ 1,01,470 લોકોએ તો ઈન્સ્ટોલ પણ કરી છે.

એપ્લિકેશનથી ઑનલાઈન પેમેન્ટ મેળવતો હતોઃ આ એપ્લિકેશનમાં સ્પિન કરવા 50, 100, 200 300 રૂપિયા ચૂકવવા પડતા હતા. શરૂઆતના 100 પોઈન્ટ તે મફ્તમાં આપતો હતો. તે આ એપ્લિકેશનના માધ્યમથી ઓનલાઈન પેમેન્ટ મેળવતો હતો. કોઈ નહીં નામ તેને આપ્યું નહોતું અને પૈસા પણ પરત કર્યા નહતા.

100 પોઈન્ટ માટે સ્પીન ફ્રીમાંઃઆ અંગે ડીસીપી સાગર વાઘમારે જણાવ્યું હતું કે, ફરિયાદીએ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. ત્યારબાદ જ્યારે એપ્લિકેશન ઈન્સ્ટોલ કરી ત્યારે જોયું કે, અલગઅલગ વિનર્સ છે તેમાં જોવા મળ્યા હતા. આ એપ્લિકેશન સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી પણ તેમાં વિનર જોવા મળી રહ્યા હતા. આ ગેમ સ્પીન મારફતે રમાય છે. શરૂઆતમાં 100 પોઈન્ટ માટે સ્પીન ફ્રીમાં અને ત્યારબાદ અન્ય સ્પીન ખરીદવું પડતું હોય છે.

આ પણ વાંચોઃRajkot Crime: આફ્રિકામાં બેઠાબેઠા વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડી કરતા બંટી બબલી ઝડપાયાં

1 લાખથી વધુ લોકોએ એપ ઈન્સ્ટોલ કરીઃતેમણે વધુમાં જણાવ્યું હતું કે, ફરિયાદીએ ટૂકડે ટૂકડે 500 રૂપિયા આપ્યા હતા અને ફરિયાદીને ગેમ રમ્યા પછી પૈસા પરત મળ્યા નથી, જેના આધારે ફરિયાદી સાથે છેતરપિંડી થઈ અને ફરિયાદીએ સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો તો તેમની સાથે સંપર્ક થયો પણ નહતો. તેમ જ પૈસા પણ ક્રેડિટ કરવામાં આવ્યા હોવાની અરજી પોલીસ સ્ટેશનમાં આવી હતી. તેની આખી વિગતવાર તપાસ કરવામાં આવી સાથે ગૂગલ પાસેથી પણ માહિતી મેળવવામાં આવી હતી. ઉપરાંત તમામ વિગતો મેળવીને આરોપી સુધી પહોંચવા મદદ મળી. આરોપી નવનીત મનસુખભાઈ દેવાણી છેલ્લા ઘણા સમયથી આ એપ થકી લોકો સાથે છેતરપિંડી કરતો હતો. એટલે હવે તેના બેન્ક એકાઉન્ટની પણ વિગતો મેળવવા માટે પોલીસે તૈયારી કરી છે.

ABOUT THE AUTHOR

...view details