ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત જ્વેલર્સ એસોસિએશને કામકાજના સમયમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો

જિલ્લામાં સતત વઘી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને સુરત જ્વેલર્સ એસોસિએશને ગુરૂવારે કામકાજના સમયમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. હવેથી જ્વેલર્સની દુકાન 10થી સાંજે 6 વાગ્યા સુધી જ ખુલ્લની રહેશે.

સુરત
સુરત

By

Published : Jul 10, 2020, 4:35 PM IST

સુરત : શહેરમાં કોરોનાનો કહેર યથાવત છે. આ વચ્ચે અગ્ર સચિવ જયંતિ રાવીએ આવનાર બે થી ત્રણ અઠવાડિયામાં કોરોનાના કેસો પિક પર રહેવાની વાત કરી હતી. જેના પગલે સુરત જ્વેલર્સ એસોસિએશને આજથી સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી જ શૉ-રૂમ શરૂ રાખવાનો નિર્ણય કર્યો છે.

સુરત જ્વેલર્સ એસોસિએશને કામકાજના સમયમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો


લોકડાઉન અને અનલોકમાં ગોલ્ડ જ્વેલરીની ખરીદી થઈ રહી નથી. તો બીજી તરફ સોનાનો ભાવ 50 હજારને પાર કરતા સુરત જ્વેલરી ઉદ્યોગમાં ત્રણ મહિનામાં માત્ર 10 ટકા ખરીદી થઈ છે.

ઓગસ્ટ મહિનાથી તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે. પરંતુ ખરીદી કોઈ ખાસ વધારો થઈ રહ્યો નથી. જેથી જ્વેલર્સમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બાજુ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે સુરત જ્વેલર્સ એસોસિએશન દ્વારા ગુરૂવારે કામકાજના સમયમાં ઘટાડો કરવાનો નિર્ણય કરાયો છે.

ABOUT THE AUTHOR

...view details