સુરતના: પાંડેસરા વિસ્તારમાં 18 વર્ષીય યુવતીને સાસુંએ ભાઈ માટે રાખડી બાંધવા જવા માટે ના કેહતા આપઘાત કર્યા હોવાની ઘટના સામે આવી છે. પાંડેસરા વિસ્તારમાં આવેલ શાંતા નગરમાં રહેતી 18 વર્ષીય સિંકિદેવી અજીત પાસવાનએ ગઈકાલે સાંજે પોતાના ઘરમાં આપઘાત કરી લીધો હતો. જેથી તેમને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જ્યાં તેમનું મોડી રાત્રે ટૂંકી સારવાર બાદ મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.જોકે ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો.હાલ આ મામલે પોલીસે આપઘાતનો ગુનોનોંધી આગળની તપાસ હાથધરી છે.
Surat Suicide: ભાઇની રક્ષાપોટલી માટે બહેને જીવન ટૂંકાવ્યું, ઘટના સ્થળે મળેલી વસ્તુ જોઈ સૌ કોઈ ચોંક્યા - girl committed suicide Surat
સુરતના પાંડેસરા વિસ્તારમાં 18 વર્ષીય યુવતીને સાસુંએ ભાઈ માટે રાખડી બાંધવા જવા માટે ના કેહતા આપઘાત કર્યા હોવાની ઘટના સામે આવી છે. હાલ આ મામલે પાંડેસરા પોલીસે આપઘાતનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે આપઘાતનો ગુનોનોંધી આગળની તપાસ હાથધરી છે.
"આ ઘટના ગઈ કાલે સાંજે બની હતી. જેમાં મૃતક સિંકિદેવી અજીત પાસવાન જેઓ 18 વર્ષના હતા તેઓ ગઈકાલે પોતાના જ ઘરમાં આપઘાત હતું. તેમનું સિવિલ હોસ્પિટલ માં મોડી રાત્રે ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.તેમને સારવાર માટે તેમની સાસુ કાંતિદેવી 108 એમ્બ્યુલન્સમાં લઈને આવ્યો હતા.તેમના પતિ અજીત પાસવાન જેવો મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. સિંકિદેવીના અજીત સાથે ત્રણ મહિના પહેલા જ તેમના લગ્ન થયા હતા. સાસુ કાંતિદેવીએ તેમના નિવેદનમાં જણાવ્યું છેકે, અમારા ઘરની પરિસ્થિતિ હાલ સારી ન હોવાને કારણે મેં સિંકિદેવીને ગામ બિહાર જવાની ના પડતી હતી. અને મારી વહુએ જીદ્દ પકડી હતીકે, રક્ષાબંધન આવે છે. તેને તેના ભાઈને રાખડી બાંધવા માટે ગામ જવું છે. નઈ તો તેના ભાઈ ની કલાઈ સુની રહી જશે" --પ્રદીપ વરિયાય (પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ)
ટૂંકી સારવાર બાદ મોત: આ બાબતે સિંકિદેવીના પતિ અજીત પાસવાને જણાવ્યુંકે, આવતા મહિને રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે સિંકિદેવીએ મને જણાવ્યું હતું કે, મને મારા ભાઈને રાખડી બાંધવા માટે ગામ જવું છે. તારે મેં તેને કહ્યું હતુંકે, મને રજા મળવાની નથી. હું તને અહીંથી ટ્રેનમાં બેસાડી દઈશ અને ત્યાં તને તારો ભાઈ લેવા માટે આવી જશે. એમ તો તેણે હા પડી હતી. પરંતુ મારી મમ્મી તેને જવા માટે ના કેહતી હતી. ગઈકાલે સાંજે આ જ બાબતે મારી પત્ની અને મમ્મી વચ્ચે વાત તથા તેમણે આવેશમાં આવીને આત્મહત્યા કરી લીધી. આ જોઈ મમ્મીએ જ બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ. જ્યાં તેમનું મોડી રાત્રે ટૂંકી સારવાર બાદ મોત થઇ ગયું હતું.