ગુજરાત

gujarat

ETV Bharat / state

Peacock Rescue: સુરતમાં ફાયરના જવાનોએ મોરનું રેસક્યુ કર્યું, મોરને પક્ષી સેન્ટર હોમ મોકલી અપાયો - Vesu Fire Station

સુરતમાં ફાયરના જવાનોએ મોરનો રેસ્ક્યુ કર્યો છે. લોકોએ અનેક રીતે મોરને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો પરંતુ અંતે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. વેસુ ફાયર સ્ટેશનના જવાનો ત્યાં પહોંચીને મોરનું ફાયર સીડી દ્વારા એક જવાન ઉપર જઈને મોરનું સહી સલામત રેસ્ક્યુ કર્યું હતું.

સુરતમાં ફાયરના જવાનોએ મોરનો રેસક્યુ કર્યો છે.
સુરતમાં ફાયરના જવાનોએ મોરનો રેસક્યુ કર્યો છે.

By

Published : Apr 8, 2023, 1:06 PM IST

Peacock Rescue: સુરતમાં ફાયરના જવાનોએ મોરનો રેસક્યુ કર્યું, મોરને પક્ષી સેન્ટર હોમ મોકલી અપાયો

સુરત:તક્ષશિલા અગ્નિકાંડ પછી જાણે તંત્રની અંદર ભય ધબકી રહ્યો છે. સતત નાની ઘટનાથી લઇને મોટી ઘટનાને નજર અંદાજ કરવામાં આવતી નથી. દરેક બનાવ પર નજર રાખવામાં આવે છે. સુરતમાં 30 ફૂટ ઉંચા વીજળીના ટ્રાન્સફોર્મરમાં મોર ફસાઈ ગયો હતો. જે બાદ ફાયર વિભાગએ મોરનું સહી સલામત રેસ્ક્યુ કર્યું હતું.જે બાદ પોલીસની હાજરીમાં પક્ષી સેન્ટર હોમ મોકલી આપવામાં આવ્યો હતો.

રેસ્ક્યુ કરવાનો પ્રયાસ:શહેરના વી આર મોલ પાસે આવેલ મગદલ્લા ગામના એક વીજળીના ટ્રાન્સફોર્મરમાં ના મોટા થાંભલા ઉપર મોર ફસાઈ ગયો હતો. ત્યાંજ સ્થાનિકોની નજર જતા લોકોએ વીજળી વિભાગને જાણ કરી હતી. જેથી વીજળી વિભાગના દ્વારા તાત્કાલિક પાવર લાઈન બંધ રાખી મોરનો રેસ્ક્યુ કરવાનો પ્રયાસ કર્યો હતો. લોકોએ અનેક રીતે મોરને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો પરંતુ અંતે ફાયર વિભાગને જાણ કરતા વેસુ ફાયર સ્ટેશનના જવાનો ત્યાં પહોંચીને મોરનું ફાયર સીડી દ્વારા એક જવાન ઉપર જઈને મોરનું સહી સલામત ેસ્ક્યુ કર્યું હતું.

આ પણ વાંચો Surat Suicide News : સુરતમાં જૂની સિવિલની બિલ્ડીંગના ચોથા માળેથી મહિલાએ પડતું મુકતા મચી ભાગદોડ

મોર ફસાઈ ગયો: આ બાબતે વેસુ સ્ટેશનના ફાયર ઓફિસર પ્રકાશ પટેલે જણાવ્યું કે, આ ઘટના બપોરે 12:00 વાગ્યે આસપાસ બની હતી. જેથી ફાયર કંટ્રોલ રૂમ દ્વારા વી આર મોલ પાસે આવેલ મગદલા ગામમાં વીજળીના ટ્રાન્સફોર્મરમાં ના મોટા થાંભલા ઉપર મોર ફસાઈ ગયો છે. જેથી અમે ત્યાં પહોંચ્યા હતા. ત્યાં તો 30 ફૂટ ઉંચા વીજળીના ટ્રાન્સફોર્મરમાં મોર ફસાયો હતો.અમારા ફાયરના જવાનો એ ફાયર સીડીના ઉપયોગથી જવાન ઉપર ચડીને મોરનું સહી સલામત રેસ્ક્યુ કરીને નીચે લઈ આવ્યા હતા. જોકે આ ઘટનામાં મોરને કોઈ ઈજાઓ પોહચી નઈ હતી.તેમ છતાં મોરને પોલીસની હાજરીમાં પક્ષીઓના સેન્ટર હોમમાં મોકલી આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો Surat News : રાહુલ ગાંધીના સમર્થનમાં સુરત જતા મહારાષ્ટ્ર કોંગ્રેસના કાર્યકરોની અહીં થઇ ગઇ અટકાયત

ઘણા બધા પક્ષીઓ:સમગ્ર રેસ્ક્યુ લાઈવ વિડીયોમાં કેદ થયું હતું. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ફાયર ના જવાનોએ નીચે એક બાજુથી ફાયર સીડીને પકડી રાખી છે. તો ફાયરનો જવાન સીડીને મોટી કરીને ફાયર જવાન ઉપર 30 ફૂટ જેટલું ઉપર ચઢી મોરને સહી સલામત કરીને નીચે લઈ આવે છે. રેસ્ક્યુ કરતા સમય દરમિયાન ઉપર અન્ય ઘણા બધા પક્ષીઓ એમ તેમ ઉડતા જોવા મળી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details