સુરત: હાલમાં સમગ્ર ભારત દેશ કોરોનાની મહામારીમાં ઝઝૂમી રહ્યો છે.ત્યારે સરકારે ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યુ છે.ત્યારે દેશની સહાય માટે લોકો આગળ આવી રહ્યા છે. જેમાં સુરત જીલ્લાના અંતરિયાળ વિસ્તારના 200 જેટલા ખેડૂતો અને વેપારીઓએ રૂ.11લાખથી વધુનો લોકફાળો પીએમ અને સીએમ ફંડમાં જમા કરાવ્યો છે. ખેડૂતોએ સરકારમાં સહાય કરીને દેશપ્રેમ અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે
સુરત : ખેડૂતોએ 11 લાખ રાહતફંડમાં દાન કર્યા
કોરોના સામેની લડતમાં અંતરિયાળ વિસ્તારના ખેડૂતો મદદ માટે આગળ આવ્યા છે. કેબીનેટ મંત્રી ગણપત વસાવાની પહેલને સ્વીકારીને 200 જેટલા ખેડૂતોએ રૂ.11 લાખથી વધુનો લોકફાળો પીએમ અને સીએમ ફંડમાં જમા કરાવી દેશપ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સુરત : ખેડૂતોએ 11 લાખ રાહતફંડમાં દાન કર્યા
હાલ કપરા સમયમાં દેશને જરૂર હોવાથી ખેડૂતો અને નાના વેપારીઓએ સરકારે ખેડૂતોને કરેલી સહાયમાંથી ખેડૂતોએ દેશને મદદ કરી છે. ગુજરાતના સીનીયર કેબીનેટ મંત્રી ગણપત વસાવાએ એક અપીલ કરી અને માંગરોળ અને ઉમરપાડા તાલુકાના નાના સીમાંત ખેડૂતો તમામ લોકોએ એકસૂરે તૈયાર થઇ ગયા અને સ્વયંભુ પોતપોતાનો ચેક લઇ માંગરોળ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. કોઈ 5 હજારનો તો કોઈ 2 હજારનો ચેક નાયબ કલેકટરને આપી પીએમ રીલીફ ફંડમાં જમા કરાવ્યા છે.
Last Updated : Apr 11, 2020, 10:04 PM IST