સુરત:સુરત શહેરના કતારગામ એરિયામાં વેડરોડ પર લક્ષ્મીનગરમાં રહેતા યુવકને શ્વાને બચકા ભર્યા હતા. સારવાર હેતુ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે દરમિયાન તે સતત બીમાર રહેતો હતો. રાજન નામના આ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ મૃત્યુ પાછળનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે. સરકારી હોસ્પિટલના અહેવાલ અનુસાર સુરતમાંથી દરરોજ અલગ અલગ એરિયાના શ્વાને બચકા ભર્યાના 10 થી 12 કેસ નોંધાઈ રહ્યા છે. એક મહિના પહેલા યુવક સાથે શ્વાને બચકા ભર્યાની ઘટના બાદ તે સતત બીમાર રહેતો હતો. ખજોદ વિસ્તારમાં બે વર્ષની બાળકી ને ત્રણ થી ચાર શ્વાને 40 જેટલાં બચકા ભર્યા બાદ બાળકી અવસાન પામી હતી.
શ્વાનના ત્રાસ: સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે. જોકે શહેરની સરકારી હોસ્પિટલોમાં રોજના ડોગ બાઈટમાં 10 થી 12 કેસો આવી રહ્યા છે. જેમાં આજ દિન સુધી બે કેસ એવા છે કે, બે બાળકોના ડોગ બાઈટના કારણે મોત થયું છે. ફરી એક વખત 28 વર્ષીય યુવકને બે વખતે શ્વાને બચકા ભર્યા છે. શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ વેડરોડના લક્ષ્મી નગરમાં રહેતા 28 વર્ષીય રાજન જેઓ કલર કરવાનું કામ કરે છે. જેઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે. તેમને ગત ફેબ્રુઆરી મહિનામાં શ્વાને બચકા ભર્યા હતા. ત્યારબાદથી તેઓ સતત બીમાર પણ રહેતા હતા.
આ પણ વાંચો Surat News : માસૂમ બાળકી પર હડકાયો શ્વાન ત્રાટક્યો, માંડ માંડ ગામલોકોથી ભાગ્યો