ગુજરાત

gujarat

ETV Bharat / state

મુંબઈ કસ્ટમના ફતવાને પગલે સુરતમાં હીરાના વેપારીઓની મુશ્કેલીમાં વધારો

સુરત: મુંબઈ કસ્ટમના ફતવા બાદ હવે સુરત હીરા ઉદ્યોગની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કસ્ટમ વિભાગના આયાત-નિકાસમાં રફ હીરાની તમામ માહિતી દર્શાવવાના ફતવા સામે હીરા ઉદ્યોગના વેપારીઓ અને અગ્રણીઓમાં પણ ભારે કચવાટ છવાયો છે. જ્યાં આગામી દિવસોમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ વેપારીઓની મુશ્કેલીઓમાં વધારો થવાની ભીતિ છે.

કસ્ટમ ના ફતવા બાદ હવે સુરત હીરા ઉદ્યોગ ની મુશ્કેલીઓમાં વધારો

By

Published : May 17, 2019, 1:01 PM IST

દક્ષિણ ગુજરાત જીજેઇપીસીના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું કે, રફ હીરાના આયાત અને નિકાસમાં સંપૂર્ણ વિગત દર્શાવવાનો ફતવો મુંબઈ કસ્ટમે બહાર પાડ્યો છે. જેની સામે હીરા ઉદ્યોગકારોએ નારાજગી પણ દર્શાવી છે. આ મામલે મુંબઈ કસ્ટમ કમિશનરની સાથે હીરા ઉદ્યોગકારોની મંત્રણા કરવામાં આવી હતી. જે નીષ્ફળ નીવડી છે. દિલ્હીમાં કોમર્સ મિનિસ્ટરી અને ડિરેકટોરેટ ઓફ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા પણ હીરા ઉદ્યોગની માંગ ફગાવવામાં આવી છે.

કસ્ટમ ના ફતવા બાદ હવે સુરત હીરા ઉદ્યોગ ની મુશ્કેલીઓમાં વધારો
જેને લઈ આયાતી રફ હીરાની સંપૂર્ણ વિગત આપવી હીરા ઉદ્યોગકારો માટે અશક્ય છે. સંપૂર્ણ વિગતો ન અપાતા મુંબઈ કસ્ટમમાં કરોડો રૂપિયાના પાર્સલ પણ અટવાયા છે. 10 દિવસથી રફ હીરાના 1500 પાર્સલ મુંબઇ કસ્ટમે અટકાવ્યા છે. જેના કારણે હીરા વેપારીઓને મોટો ફટકો સહન કરવાનો વારો આવ્યો છે. એટલું જ નહીં હીરા ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. હીરા ઉદ્યોગની માંગ છે કે, કસ્ટમ વિભાગ પોતાનો આ ફતવો પરત ખેંચે. જેથી કરી હીરા ઉદ્યોગના વેપારીઓને મોટી રાહત મળે.

ABOUT THE AUTHOR

...view details