સુરત : અનલોક 1 બાદ ધંધા રોજગાર શરુ થયા હતા. પરંતુ સૌથી વધુ કેસ કતારગામ ઝોનમાં સામે આવી રહ્યા હતા. જેમાં સૌથી વધુ ભોગ રત્નકલાકારો બની રહ્યા હતા. જેથી હીરાના કારખાના બંધ કરાવવામાં આવ્યા હતા. પરંતુ ધીમે ધીમે હીરા ઉઘોગ માટે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. 1 લી ઓગસ્ટથી હીરા બજાર હવે 12 થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.
સુરતમાં 1લી ઓગસ્ટથી હીરા બજાર હવે 12 થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લું રહેશે
સુરતમાં હીરા ઉઘોગ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. 1લી ઓગસ્ટથી હીરા બજાર હવે 12 થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. તેમજ હવે એક ઘંટી પર બે કારીગરો કામ કરી શકશે. પરંતુ તે માટે પણ એક ખાસ ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે.
સુરત
આ ઉપરાંત એક ઘંટી પર એક જ કારીગર બેસવાની મનપા દ્વારા મંજુરી આપવામાં આવી હતી. પરંતુ હવે જે રત્નકલાકાર કોરોના વાઇરસથી સંક્મિત થયા હોય અને સાજા થઇ ગયા હોય તેમજ રીપોર્ટ નેગેટીવ આવે તો એક ઘંટી પર બીજા વ્યક્તિને બેસાડી શકાશે. મનપાના આ નિણર્યથી હીરા ઉઘોગને રાહત થઇ છે અને સાથે જ લોકોને સંપૂર્ણ તકેદારી રાખવા પણ અપીલ કરવામાં આવી છે.
Last Updated : Jul 31, 2020, 1:04 PM IST