સુરત:લાઇટ બિલના દરમાં વધારો થાય એ માની શકાય પરંતુ લાઇટ બીલમાં જ લાખોમાં આવે એ કેવી રીતે માનવું. પરંતુ આવો જ એક બનાવ સુરતમાં બન્યો છે. જેનાથી કદાચ તમે ચોંકી જશો. સુરતમાં વીજ કંપની ડીજીવીસીએલ ની એક ભૂલના કારણે હીરા દલાલ ને 440 વોલ્ટનો જાણે ઝટકો લાગ્યો છે. પ્રતિ માસ 15000 થી 20,000 કમાવીને પરિવારનો ગુજરાન ચલાવનાર હીરા દલાલ ને જ્યારે 2,79,648 વીજળી બિલ આવ્યો તો જાને હીરા દલાલ પર વીજળી પડી ગઈ. વીજળી બિલ ભરવા માટે તેને મિત્ર પાસે ઉછીના પૈસા પણ માંગ્યા હતા.
હીરાની દલાલી:સુરત શહેરના અડાજન પાટીયા ખાતે આવેલા દીપા કોમ્પ્લેક્સ માં રહેતા જીગ્નેશકુમાર કુફાણી હીરાની દલાલી કરે છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા તેમને જે વીજળી બિલ આપવામાં આવ્યું તેને જોઈ જાણે તેમને 440 વોલ્ટનો ઝટકો લાગી ગયો હતો. 256 યુનિટ વીજ વપરાશ સામે બિલમાં 30291 યુનિટની બિલ બનાવીને જીગ્નેશ ભાઈ ને સોંપી દેવામાં આવ્યું હતું. જીબી દ્વારા તેમને બે પોઇન્ટ 2.79 લાખ રૂપિયાનું લાઈટ બિલ આપી દેવાતા તેઓ ચિંતામાં મુકાઈ ગયા હતા. જોકે બાદમાં વીજ કંપનીએ પોતાની ભૂલ પણ સ્વીકારી છે. નવું બિલ જનરેટ કરીને આપવાની વાત પણ કરી છે.