સુરત આરોપી સુરતના બિલ્ડરનેક્રિપ્ટો કરન્સીમાં રોકાણ (Surat Cryptocurrency Cheating ) કરવાથી નાણાં ડબલ કરવાની વાત કરી તેંની પાસેથી 36 લાખ લઇ આરોપી ફરાર થઇ ગયેલો. જે કેસમાં સુરત ઇકોનોમિક સેલે આરોપી ઝડપ્યો હતો. બિલ્ડર સાથે છેતરપિંડી કરી (Surat Crime News )આરોપી સુરત છોડી મહારાષ્ટ્રના પુણે ભાગી ગયો હતો જ્યાંથી ઇકો સેલની ટીમે તેની ધરપકડ ( Absconding accused caught by Surat Economic Cell )કરી હતી. આરોપીએ પોતાની ઓળખ બિલ્ડરને સોફ્ટવેર એન્જિનિયર તરીકે કરી હતી જેના કારણે બિલ્ડરને તેની ઉપર સહેલાઈથી વિશ્વાસ થઈ ગયો હતો.
આ પણ વાંચો Surat cryptocurrency cheating : 10 નાપાસ યુવકે ક્રિપ્ટો કરન્સીના નામે 2 કરોડ 65 લાખ ખંખેરી નાખ્યાં
બિલ્ડર સાથે 36 લાખની છેતરપિંડી સુરતના વરાછા વિસ્તારમાં રહેતા ગૌરવ છોટુવભાઈ સલાર સિવિલ કન્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગૌરવની મુલાકાત નિશીથ જેઠવા સાથે થઇ હતી. ગૌરવને નિશીથ જેઠવાએ પોતાની ઓળખ સોફ્ટવેર એન્જીનીયર તરીકે આપી હતી. તેણે જણાવ્યું હતું કે તે ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડીંગનું કામ છે. જો ગૌરવ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરે તો થોડા સમયમાં નાણાં ડબલ કરી આપશે. ગૌરવ પાસેથી 09 સેપ્ટમ્બર 2021 થી 06 ઓક્ટોબર 2021 સુધીમાં 35 લાખ રૂપિયા લઇ લીધા હતા. અને બાદમાં તે રૂપિયા પરત ન આપી (Surat Cryptocurrency Cheating ) પોતાનું મકાન છોડી ફરાર(Surat Crime News ) થઇ ગયો હતો. આ સમગ્ર મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. તેમજ આ ગુનાની તપાસ ઇકો સેલને સોપવામાં આવી હતી.જેમાં આરોપી ઝડપાયો હતો.