સુરત : શહેરના ઉધના વિસ્તારમાં એક સાથે 16 જેટલી બાઈકમાં આગ લાગવા મામલે જ્યારે ઉધના પોલીસે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે સગીર સહિત ત્રણ લોકો બાઈકમાંથી પેટ્રોલ ચોરી કરવા માટે આવ્યાં હતાં અને પેટ્રોલ ચોરી કર્યા બાદ જ્યારે તેઓએ સિગારેટ સળગાવી હતી ત્યારે આગ લાગી હતી. આ ઘટનામાં 16 મોટરસાયકલ અને 20 ડીજીવીસીએલ મીટર બળીને ખાક થઈ ગયા હતા. આ સમગ્ર મામલે ઉધના પોલીસે સગીર સહિત ત્રણે લોકોની ધરપકડ કરી છે.
સીસીટીવી ફૂટેજે ભાંડો ફોડ્યો : 13મી નવેમ્બરના રોજ સુરત શહેરના ઉધના વિસ્તાર ખાતે આવેલા અક્ષર કુંજ એપાર્ટમેન્ટની પાર્કિંગમાં મોડી રાત્રે 16 જેટલી બાઇક બળીને ખાક થઈ ગઈ હતી. જેના કારણે અફરાતફરીનો ફ માહોલ સર્જાયો હતો. આગ કયા કારણોસર લાગી હતી તે તપાસવા માટે પોલીસે 42 થી પણ વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે એક સગીર સહિત ત્રણ લોકોને ધરપકડ કરી છે આરોપીઓએ જણાવ્યું હતું કે તેઓ પાર્કિંગમાં કરેલી બાઇકમાંથી પેટ્રોલ ચોરી કરવા માટે આવ્યા હતા અને તેમાંથી એક આરોપીએ સિગારેટ પીવા માટે સિગારેટ સળગાવી ત્યારે અચાનક જ આગ લાગી ગઈ હતી જેના કારણે તમામ બાઈક સળગી ગઈ.
બાઈકમાંથી પેટ્રોલ ચોરી કરી અને સિગારેટ પીવા માટે સળગાવી તો 16 બાઇક સળગી ઉઠી
સુરતના ઉધનામાં 16 બાઈકમાં આગ લાગવાનો મામલો બન્યો હતો. કેસને લઇને ઉધના પોલીસની તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. સગીર સહિત ત્રણ લોકો બાઈકમાંથી પેટ્રોલ ચોરી કરવા માટે આવ્યાં હતાં અને પેટ્રોલ ચોરી કર્યા બાદ જ્યારે તેઓએ સિગારેટ સળગાવી ત્યારે આગ લાગી હતી.
Published : Nov 20, 2023, 9:06 PM IST
ઘટનાની તપાસ શરૂ કરતાં પોલીસે આ ઘટનામાં એક સગીર અને 20 વર્ષીય ઉર્વેશ તેમજ 20 વર્ષે આયુષની ધરપકડ કરી છે. આરોપીઓની સઘન પૂછપરછ કરાતાં જાણવા મળ્યું હતું કે, આ ત્રણેય આરોપીઓ પેટ્રોલ ચોરી કરવા માટે અક્ષર કુંજ એપાર્ટમેન્ટમાં આવ્યા હતાં અને એક બાઇકમાંથી પેટ્રોલની ચોરી પણ કરી...ચિરાગ પટેલ (એસીપી)
સિગારેટ પીવા માટે માચીસથી સિગારેટ સળગાવી તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે, એપાર્ટમેન્ટ એમાં પાર્ક કરેલી બાઈકમાંથી તેઓ પેટ્રોલ ચોરી કરી ત્યાં ઊભા હતાં. ત્યારબાદ આરોપી આયુષ કુશવાહાએ સિગારેટ પીવા માટે માચીસથી સિગારેટ સળગાવી ત્યારે અચાનક જ ત્યાં આગ લાગી ગઈ હતી. આરોપીઓ ત્યાંથી નાસી ગયાં હતાં પરંતુ સીસીટીવી ફૂટેજના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં 18 બાઈક અને 22 ડીજીવીસીએલ મીટર પેટી સળગીને ખાક થઈ ગઈ હતી.