ગુજરાત

gujarat

ETV Bharat / state

ડ્રગ્સનું નેટવર્ક ચલાવનાર એક મહિલા સહિત બે પુરૂષોને સુરત ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા.

સુરત: છેલ્લા 2 દિવસમાં સુરતમાં એમડી ડ્રગ્સના બે કેસ પોલીસ ચોપડે નોંધાયા છે. આ વખતે યુવાધનને બરબાદ કરવા માટે ડ્રગ્સનું નેટવર્ક ચલાવનાર એક મહિલા સહિત બે પુરૂષોને સુરત ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા છે ક્રાઇમ બ્રાન્ચે ટ્રક સાથે ત્રણને ઝડપી પાડયા છે.14.93 લાખનું 298.77 ગ્રામ ડ્રગ્સ ઝપ્ત કરાયું છે. મોબાઈલ ડ્રગ્સ અને રોકડ સહીત 15.93 લાખના મુદ્દામતા કબજે કરાયા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, મુંબઇ સ્થિત નાઈજેરિયન પાસેથી ડ્રગ્સ લાવી સુરતમાં વેચાણ કરવામાં આવતું હતુ.

ને સુરત ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા,etv bharat

By

Published : Aug 3, 2019, 3:24 AM IST


સુરત ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં એક મહિલા સહિત બે પુરુષ આરોપી ઝડપાયા છે. જે સુરતમાં યુવાધનને બરબાદ કરવા માટે એમડી ટ્રક કાવતરું રચી રહ્યા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચે વરીયાવ વિસ્તારમાંથી આ ત્રણેની ધરપકડ કરી છે આરોપી પાસેથી 14.93 લાખનું 298.77 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. સુરતમાં રહેતા મહંમદ બિલાલ ઉર્ફ બીડી અને નૂરજહાં ઉર્ફ નુરી મસ્તાની એ મુંબઇ ખાતે રહેતા ઈબ્રાહિમ પાસેથી આ ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ મંગાવ્યું હતુ. સુરતમાં આવી આ ડ્રગ્સનું પેકેટ આ બંન્ન ઇબ્રાહિમ આપવાનો જ હતો કે સુરત ક્રાઈમ બ્રાન્ચે ત્રણેયની ધરપકડ કરી લીધી હતી..

ડ્રગ્સનું નેટવર્ક ચલાવનાર એક મહિલા સહિત બે પુરૂષોને સુરત ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા,etv bharat


જો કે, મામલે જે નૂરજહાં નામની મહિલાની ધરપકડ કરી હતી. તેણે મુંબઈના ઈબ્રાહીમ નો સંપર્ક સુરતના મોહમ્મદ બિલાલ સાથે કરાવ્યો હતો.આ અગાઉ આરોપી મહિલા અને અન્ય ઈસમો આવી જ રીતે ડ્રગ્સનો વેપલો કરી ચૂક્યા છે. અને કોને આ ડ્રગ્સ વેચવામાં આવનાર હતું તેની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી દીધી છે. જો કે પ્રાથમિક પૂછપરછમાં મુંબઈના ઇબ્રાહિમે જણાવ્યું છે કે તેને ડ્રગ્સ મુંબઈ ખાતે કોઈ નાઈજિરિયન ઈસમ પાસેથી ખરીદ્યું હતું..


અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં એમડી ડ્રગ્સનો આ બીજો મામલો સામે આવ્યો છે. અગાઉ પણ હજી એ સાડા નવ લાખના ડ્રગ્સ સાથે ત્રણ લોકોની ધરપકડ કરી છે અને હવે ક્રાઇમબ્રાન્ચે પણ ડ્રગ્સ સાથે ત્રણ લોકોની ધરપકડ કરતા સુરતમાં ડ્રગ્સનું વધતું નેટવર્ક વાલીઓ માટે ચિંતાનો વિષય બની ગયો છે.

ABOUT THE AUTHOR

...view details