સુરત: કોરોનાની મહામારી વચ્ચે રાજકારણને એકબાજુએ મૂકી કોંગ્રેસ પ્રમુખ દ્વારા આ ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાના નિવાસસ્થાન નજીક જ આ રસોડું ઉભું કરવામાં આવ્યું છે. જ્યાં છેલ્લા આઠ દિવસથી અલગ-અલગ ભોજન તૈયાર કરી શ્રમજીવી અને ગરીબ વર્ગના લોકો સુધી નિસ્વાર્થ ભાવે પહોંચાડવામાં આવી રહ્યું છે. આ માટે સ્થાનિક મહિલાઓ તેમજ યુવાનો મળી કુલ 350 જેટલો સ્ટાફ આ સેવા આપી રહ્યો છે.
શ્રમજીવી લોકો માટે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા દ્વારા ખાસ રસોડું શરૂ કરાયું - ગરીબ વર્ગના લોકો
લોકડાઉનના પગલે સુરતમાં શ્રમજીવી અને ગરીબ વર્ગના લોકો માટે શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા દ્વારા ખાસ રસોડું શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં પ્રતિદિવસ ચાર હજારથી વધુ પુરી-શાકના પેકેટ તેમજ અલગ અલગ પ્રકારના ભોજન તૈયાર કરી સ્લમ વિસ્તારમાં લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા
રસોડામાં સેવા આપી રહેલા લોકો વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી એકબીજા વચ્ચે અંતર જાળવી અને મોઢે માસ્ક પહેરી માનવતાના ધોરણે કામગીરી બજાવી રહ્યા છે. કોંગ્રેસ પ્રમુખના આ ભગીરથ કાર્ય થકી પ્રતિદિવસ હજારો લોકો પોતાના પેટનો ખાડો પુરી રહ્યા છે.