ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં સફાઈ કામદારોએ ધરણા કરી, કોન્ટ્રાકટ પ્રથા બંધ કરવાની માંગ કરી

સુરત: મહાનગર પાલિકાની મુખ્ય કચેરી બહાર રોજિંદા સફાઈ કામદારોએ ધરણા કર્યા હતા. આ ધરણા પ્રદર્શનમાં અંદાજે 200 રોજિંદા સફાઈ કામદારોએ કોન્ટ્રાકટ પ્રથા બંધ કરવાની તેમજ કાયમી કરવાની માંગ કરી હતી. કામદારોએ હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે પાલિકા કચેરી બહાર પોતાની માંગણીઓને લઇ ધરણા-પ્રદર્શન કરી અધિકારીઓ દ્વારા કરવામાં આવતા ગેરવર્તણૂક સામે રોષ વ્યકત કર્યો હતો.

Surat cleaning workers

By

Published : Jul 31, 2019, 11:10 AM IST

કતાર ગામ ઝોનમાં ફરજ બજાવતા અધિકારી દ્વારા કામદારોને જાતિ વિષયક અશબ્દો બોલી ઉદ્ધતાઈભર્યું વર્તન કરવાના રોજિંદા સફાઈ કામદારોએ આરોપ લગાવ્યા છે. અંદાજે 200 રોજિંદા કામદારો પોતાની વિવિધ માંગણીઓ સાથે ધારણ પર બેઠા હતા. જો માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો આગામી દિવસોમાં આમરણાંત ઉપવાસની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. છેલ્લા છ વર્ષથી રોજિંદા કામદારો ફરજ બજાવી રહ્યા છે. કોન્ટ્રાકટ પ્રથા બંધ કરવામાં આવે અને તેઓને કાયમી ધોરણે કરવાની માંગ કરી હતી.

સુરતમાં સફાઈ કામદારોએ ધરણા કરી કોન્ટ્રાકટ પ્રથા બંધ કરવાની કરી માંગ

નોંધનીય છે કે, અખિલ ભારતીય મજદૂર સંઘ કોંગ્રેસના નેજા હેઠળ કરવામાં કરવામાં આવેલા વિરોધ પ્રદર્શને લઇ રોજિંદા સફાઈ કામદારોએ પાલિકા કમિશનર સમક્ષ રજુઆત કરી છે.

ABOUT THE AUTHOR

...view details