સુરત :કેન્દ્રીય પ્રધાન પુરષોત્તમ રૂપાલા એ સાગર પરિક્રમા તૃતીય ચરણને લઈને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય પ્રધાન પુરષોત્તમ રૂપાલા એ જણાવ્યું હતું કે, પત્રકાર પરિષદ યોજવા પાછળનું કારણ એ છે કે, અમારા વિભાગ દ્વારા સાગર પરિક્રમાની યાત્રા શરૂ કરવામાં આવી છે. આ સાગર પરિક્રમાના ભાગરૂપે સુરતથી મહારાષ્ટ્ર માટે નીકળવાના છીએ. પહેલા તો એમ કલ્પના કરી હતી કે, આપણો હજારો કિલોમીટરનો સમુદ્ર તટ છે. આ વિશાળ તટ ઉપર આપણો માછીમાર સમાજ વસી રહ્યો છે. એમની સાથે એમના નિર્ણય સમજવાના અને ભાગીદારી કરવાના આશયથી આ આયોજન કરવામાં આવ્યું છે.
સ્વાતંત્ર્ય દરજ્જો આપવાનો નિર્ણય : વધુમાં જણાવ્યું કે, આઝાદી બાદ આ મત્સ્ય ઉપેક્ષિત વિભાગ તરીકે રહ્યો છે. આઝાદી બાદથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યાં સુધી એટલે કે, 1947થી 2014 સુધી આ વિભાગમાં ભારત સરકાર દ્વારા અત્યાર સુધીનો ખર્ચ કુલ 3680 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. દેશના વડાપ્રધાને આ વિભાગનું આર્થિક મહત્વ, સામાજિક કંટ્યૂબરેશન, ભૌગોલિક, ગ્રામીણ અર્થતંત્રની દ્રષ્ટિએ સૌપ્રથમ વખત સ્વાતંત્ર્ય દરજ્જો આપવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ વડાપ્રધાને આ મત્સ્ય યોજના નામની એક યોજના આપી તે યોજના જ 20 હજાર કરોડ રૂપિયાની છે. ઇન્સ્ત્રા સ્ટ્રક્ચરના ડેવલપમેન્ટ માટે 750 કરોડ રૂપિયાની અલગથી એક ફંડ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ બ્લુ લિયોશનના અંતર્ગત 5 હજાર કરોડ રૂપિયાની એક યોજના લાગુ કરવામાં આવી હતી.
આ પણ વાંચો :દરિયાની ઓટના કારણે કેન્દ્રિય પ્રધાન સાગર પરિક્રમામાં 4 કલાક મોડા આવ્યા, આંદોલનો અંગે આપ્યું મહત્વનું નિવેદન