સુરત : બોઇલર બ્લાસ્ટ થતાં એકનું ઘટના સ્થળ પર મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. શહેરના સચિન વિસ્તારમાં આવેલા સુમારે લવકુશ યાર્ન કંપનીમાં બોઇલર બ્લાસ્ટ થતા ત્રણ કામદારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જેમાં એક કામદારનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું છે. તો અન્ય બે કામદારોને સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે. હાલ આ સમગ્ર મામલે સચિન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
Surat News : સુરતમાં બોઇલર બ્લાસ્ટ થતાં એકનું ઘટના સ્થળ પર એકનું મૃત્યુ, બે લોકો સારવાર હેઠળ - Surat boiler blast Death
સુરત શહેરમાં બોઇલર બ્લાસ્ટ થતાં એકનું ઘટના સ્થળે મૃત્યુ થવાની ઘટના સામે આવી છે. જેમાં અન્ય બે લોકોને ઈજાઓ પહોંચી છે. તેઓને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે.
આજે સવારે અચાનક જ મોટો અવાજ આવતા હું અંદર દોડી આવ્યો હતો. અહીં એવી સિસ્ટમ છે કે, બોયરલનું ટેમ્પરેચર હાય થઈ જાય એટલે એક સમય હોય ત્યાં સુધી તે ગરમ થાય ત્યારબાદ એલાર્મ વાગે છે તે વાગ્યું નહીં જેથી આ ઘટના બની છે. ક્યાં કારણોસર એલાર્મ વાગ્યું નહીં તેની તપાસ પણ કરવામાં આવી રહી છે. - હિરેનભાઈ (કંપનીના સુપરવાઈઝર)
બે માંથી એકની હાલત ગંભીર :સૂત્રો અનુસાર આજે સવારે 9 વાગ્યાની આસપાસ સુરતના સચિન વિસ્તારમાં આવેલા સુમારે લવકુશ યાર્ન કંપનીમાં બોઇલર બ્લાસ્ટ થયો હતો. જેમાં ત્રણ કામદારો ગંભીર પૈકી એક કામદારનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જેઓનું નામ પપ્પુ સફાઈ લાલ યાદવ હતું. તેઓ 25 વર્ષના હતા અને સચિન વિસ્તારમાં આવેલા આવાસમાં રહેતા હતા. તેમની સાથે બે કામદારો પણ ઈજાગ્રસ્ત થયા હતા. આનંદ રામપ્રકાશ અને બ્રિજેન્દ્ર સિંહ તેઓની હાલ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બે માંથી બિજેન્દ્ર સિંહની હાલ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.