- 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાઓના ઉમેદવારોની જાહેરાત
- 4 બેઠકો પર ઉમેદવાર જાહેર કરવાની બાકી
- મહુવાની 2 બેઠક, માંડવી નગરપાલિકા અને કડોદરા નગરપાલિકાની 1-1 બેઠક પર જાહેરાત બાકી
સુરત: જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા પંચાયત, તમામ 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદી જાહેર થતાંની સાથે ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો હતો. બારડોલી નગરપાલિકામાં 'નો રિપીટેશનની' ફોર્મ્યુલા અપનાતાં કેટલાક ટિકિટ વાંચ્છુક વર્તમાન નગરસેવકોમાં સોપો પડી ગયો છે. બારડોલી નગરપાલિકામાં માત્ર 4 નગરસેવકોને જ રિપીટ કરવામાં આવ્યા છે.
સાંજે સાત વાગ્યે કરવામાં આવી જાહેરાત
જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ દ્વારા સાંજે 7 વાગ્યે એક પછી એક તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. તાલુકા પંચાયતની સાથે જ જિલ્લા પંચાયતની બેઠકોના નામ જાહેર કરાયા હતા. આ ઉપરાંત અપવાદ રૂપ બેઠકો પર હજુ પણ ઉમેદવારો જાહેર થઈ શક્યા નથી. સૌથી પહેલા મહુવા તાલુકા પંચાયત અને સૌથી છેલ્લે કામરેજ તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદી જાહેર થતાની સાથે જ કહીં ખુશી કહીં ગમ જેવી સ્થિતિ સર્જાઇ હતી.
તાલુકા અને નગરપાલિકાની 4 બેઠકોની જાહેરાત બાકી
તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો મહુવા તાલુકા પંચાયતની 2 બેઠક અનાવલ અને ઉમરા પર ઉમેદવારોની જાહેરાત બાકી છે, જ્યારે માંડવી નગરપાલીકાના વોર્ડ નંબર 3 અને કડોદરા નગરપાલિકાના વોર્ડ નંબર 2માં એક બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી. આ બેઠકો પર ટિકિટને લઈને ચાલી રહેલી મડાગાંઠને કારણે જાહેરાત અટકી હોવાનું જાણવા મળે છે.
- ઉમેદવારોની યાદી
મહુવા તાલુકા પંચાયત
ક્રમ | બેઠકનું નામ | ઉમેદવારનું નામ |
1 | મહુવા | કૌશિકા પટેલ |
2 | ઓંડચ | દિવ્યેશ ચૌહાણ |
3 | કાની | વૈશાલી પટેલ |
4 | શેખપુર | પ્રબોધ પટેલ |
5 | કરચેલીયા | અનિતા ભટ્ટ |
6 | ડુંગરી | લીલા કેદારીયા |
7 | ખરવણ | સુરેશ પટેલ |
8 | ફૂલવાડી | સવિતા પટેલ |
9 | દેદવાસણ | ધર્મેશ પટેલ |
10 | વલવાડા | રેખા પટેલ |
11 | વેલણપુર | શીલા પટેલ |
12 | બામણિયા | તારા મહેતા |
13 | ગુણસવેલ | ચેતન મિસ્ત્રી |
14 | બુટવાડા | કિશોર પટેલ |
15 | અનાવલ | બાકી |
16 | ગાંગડીયા | અમૃત પટેલ |
17 | વહેવલ | વિક્રમ પટેલ |
18 | કોષ | રમીલા પટેલ |
19 | મહુવરિયા | મેહુલ ચૌધરી |
20 | ઉમરા | બાકી |
પલસાણા તાલુકા પંચાયત
ક્રમ | બેઠકનું નામ | ઉમેદવારનું નામ |
1 | પલસાણા - 1 | દિવ્યા દેસાઈ |
2 | પલસાણા - 2 | સંદીપ રાઠોડ |
3 | બલેશ્વર - 1 | રાજુ રાઠોડ |
4 | બલેશ્વર - 2 | ભાવના તળાવીયા |
5 | લિંગડ | ઉન્નતિ પટેલ |
6 | અંત્રોલી | મનીષા સોલંકી |
7 | ચલથાણ -1 | રાહુલ આહીર |
8 | ચલથાણ - 2 | વાસુદેવ પાટીલ |
9 | ચલથાણ - 3 | દેવેન્દ્ર કપલેટિયા |
10 | ચલથાણ - 4 | નિલેશ દેસાઈ |
11 | વરેલી 1 | અરુણ દુબે |
12 | વરેલી 2 | રમેશ નાયકા |
13 | મલેકપોર | વૈશાલી પટેલ |
14 | વણેસા | યોગેશ પટેલ |
15 | બગુમરા | હેમુ રાઠોડ |
16 | કારેલી | વિશાખા રાઠોડ |
17 | અંભેટી | માલતી મિસ્ત્રી |
18 | એના | દીપ્તિ પટેલ |
તરસાડી નગરપાલિકા
- વોર્ડ 1
- હેતલ પરમાર
- મીના ચૌહાણ
- બાબુ વસાવા
- હરેશ પટેલ
- વોર્ડ 2
- ચંપા વસાવા
- મોહિની પરમાર
- પ્રકાશ વસાવા
- રમેશ વસાવા
- વોર્ડ 3
- રુબીના કુરેશી
- સલમા બીબી શાહ
- અબ્દુલ ખાલીક શેખ
- ગુલામ પઠાણ
- વોર્ડ 4
- પ્રવીણા પટેલ
- મીનાક્ષી શાહ
- સતીશ પરમાર
- હરદીપસિંગ અટોદરિયા
- વોર્ડ 5
- ચેતના મનાણી
- પન્ના વશી
- શૈલેષ ગાંગણી
- જયદીપ નાયક
- વોર્ડ 6
- કપિલા પરમાર
- ભાવના ચૌહાણ
- વિજય વસાવા
- કર્મવીરસિંહ ડોડીયા
- વોર્ડ 7
- ટીનું વસાવા
- કલ્પના પટેલ
- હાર્દિક રાણા
- વિશાલ દેસાઈ
ચોર્યાસી તાલુકા પંચાયત
ક્રમ | બેઠકનું નામ | ઉમેદવારનું નામ |
1 | દામકા | વાસંતી પટેલ |
2 | કવાસ | આસ્તિક પટેલ |
3 | મોરા 1 | લીલા પટેલ |
4 | મોરા 2 | લતા પટેલ |
5 | બોણંદ | સરિતા રાઠોડ |
6 | કપ્લેથા | સદેક કાઝી |
7 | લાજપોર 1 | અશોક પટેલ |
8 | લાજપોર 2 | અશોક રાઠોડ |
9 | મોહણી | દીપ્તિ રાઠોડ |
10 | સણીયા કણદે | કાંતી રાઠોડ |
11 | વાંઝ | કલ્પના વાંઝવાળા |
12 | ભટલાઈ | તૃપ્તિ પટેલ |
13 | હજીરા 1 | સતીશ પટેલ |
14 | હજીરા 2 | ઋષિ પટેલ |
15 | હજીરા 3 | સંગીતા સેલર |
16 | સુવાલી | જગદીશ પટેલ |