નારી ગૌરવ અને મહિલા સશક્તિકરણનો સંદેશા સાથે સુરતની ત્રણ યુવતીઓ હેવી બાઈક સાથે ભારતથી લંડન રાઇડ કરી રહી છે. જેઓ 25 દેશોની આ યાત્રામાં નેપાલ અને તિબેટ બાદ તેઓ ચીના પહોંચ્યા હતા. પરંતુ હાલમાં ચીન દ્વારા બાઇક રાઇડિંગના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેના કારણે આ ત્રણેય યુવતીઓને ફરીથી નવુ લાયસન્સ બનાવવું પડ્યું હતુ. આ સમગ્ર મામલામાં સૌથી મુશ્કેલી એ છે કે ત્યાના લોકોને અંગ્રેજી આવડતુ ન હોવાના કારણે વાર્તાલાપ કરવા અને તેમને સમજાવવા માટે ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
આ બાઇકિંગ ક્વિન ગૃપના સંસ્થાપક ડૉક્ટર સારિકાએ જણાવ્યું હતુ કે, હુંકુંભ ખાતે ભારે બરફ વર્ષા થઇ રહી હતી. જે દરમિયાન વાતાવરણ માઇનસ ડિગ્રી હોવાથી તેવા સમયે બાઈક ચલાવવું ખૂબ જ મુશ્કેલ હતુ. પરંતુ રોમાંચ પણ એટલો જ હતો. ચારે બાજુ હિમવર્ષા અને બર્ફબારીને કારણે સમગ્ર વિસ્તાર બરફથી ઢંકાઈ ગયો હતો. ભારે ઠંડી અને એક સ્થળે બ્રીજ પણ તૂટી પડ્યો હતો. જેથી બાઈક ચલાવવામાં મુશ્કેલી વધી ગયી હતી. અમારી સાથી જીનલનેને આંખોમાં પ્રોબ્લેમ પણ થયો હતો. જેથી તેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.