સુરત:બે દિવસ પહેલા એક કાર ચાલક એક યુવકને બોનેટ પર બે અઢી કિલોમીટર ધસડી ગયા મામલે આરોપી દેવ કેતન ડેરનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ એક વર્ષ પહેલા વેસુ સોમેશ્વરા ચાર રસ્તા પાસે પંપ ઉપર આતંક મચાવ્યો હતો. તેણે પંપ ઉપર લાઈન તોડી ઘૂસી ગયો હતો.એરગનથી પંપના ફિલરને માર મારી તેની પાસેથી પેટ્રોલપંપની નોઝલ ખેંચી લઇ જમીન ઉપર પેટ્રોલ ઢોળી દીધું હતું. ત્યારબાદ પેટ્રોલપંપ સગળાવી દેવાની ધમકી આપતા ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો.
Surat News: સુરતમાં યુવકને બોનેટ પર બેથી અઢી કિલોમીટર ફેરવનાર ચેતન ડેરનું વધુ એક કારસ્તાન આવ્યું સામે - સુરત સમાચાર
સુરતમાં બે દિવસ પહેલા એક કાર ચાલક એક યુવકને બોનેટ પર અંદાજે બે અઢી કિલોમીટર ધસડી ગયો હતો. તે આરોપી દેવ કેતન ડેરનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ એક વર્ષ પહેલા વેસુ સોમેશ્વરા ચાર રસ્તા પાસે પંપ ઉપર પેટ્રોલ ઢોળી સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ મામલે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો. ત્યારબાદ ઉમરા પોલીસે દેવની ધરપકડ પણ કરી હતી.
"બે દિવસ પહેલા અમારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ભૃગેશ ચંદ્રકાંત બ્રહ્મભટ્ટ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તેને આરોપી દેવ કેતન ડેરે તેની કારના બોનેટ ઉપર લઇ અંદાજે બે થી અઢી કિલોમીટર સુધી ફેરવ્યો હતો. બાદમાં આરોપી નાસી છૂટ્યો હતો. જે મામલે આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધમાં બેફામ ડ્રાઇવિંગ અને દારૂના નશામાં કાર હંકારવાનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન અમને એમ પણ જાણવા મળ્યું કે,આરોપી દેવે 10 મહિના પહેલાં પણ ઉમરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આતંક મચાવ્યો હતો."--વી.વી.વાઘડિયા (પાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર)
પંપ સળગાવવાની ધમકી: વધુમાં જણાવ્યું કે, તારીખ 26 મી ઓક્ટોબર 2022ની રાત્રે સવા એક વાગ્યે વેસુ સોમેશ્વરા ચાર રસ્તા પાસે આવેલા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલપંપ ઉપર ડીઝલ પૂરવા લાઇન તોડી ઘૂસી ગયો હતો. ફિલર સમાધાન પાટીલને એરગનથી માર મારી તેના હાથમાંથી પેટ્રોલની નોઝલ ખેંચી લઇ જમીન ઉપર પેટ્રોલ ઢોળી તેને પકડવા આવેલા ટોળા પાસે જ માચિસની માંગણી કરી પંપ સળગાવી દેવાની ધમકી આપી હતી. તે સમય દરમિયાન પણ ઉમરા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.