સુરત : શહેરમાં દિવસે દિવસે અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરમાં સરથાણા વિસ્તારમાં આવેલ જકાતનાકા પાસે સિવાય હેડ્સમાં રહેતો 21 વર્ષીય અનિલ ગોઘાણી જેઓ CAનો અભ્યાસ કરી રહ્યા છે. તેઓ ધુળેટીના દિવસે કોઈ કામ અર્થે પોતાની ફઈને ત્યાં જઈ રહ્યો હતો, ત્યારે તેઓ BRTS લેન રોડ ક્રોસ કરતી વખતે અચાનક પૂરઝડપે આવનારી ખાનગી એમ્બ્યુલન્સ તેને અડફેટે લેતા મૃત્યુ નિપજ્યો છે.
મૃત્યુ નિપજતા પરિવાર શોકમાં : એમ્બ્યુલન્સ અડફેટે આતા યુવક ખુબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. હાલ આ મામલે સરથાણા પોલીસે ખાનગી એમ્બયુલેન્સના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર ઘટના કેમેરામાં કેદ : આ અકસ્માતની સંપૂર્ણ ઘટના BRTS બસ સ્ટોપ પર લાગવામાં આવે CCTVમાં કેદ થઈ ગઈ હતી. CCTVમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, BRTS લેનમાં જે રીતે યુવક અંદર આવે છે તે રીતે જ રીતે ખાનગી એમ્બયુલેન્સ પણ તે યુવકને અડફેટે લઇ છે. એમ્બયુલેન્સ પણ અડફેટે લીધા બાદ જતી જ રહે છે.
ક્યારે બની ઘટના :આ બાબતે મૃતક અનિલના કાકા કુમાનભાઈએ જણાવ્યું કે, આ ઘટના 8 તારીખ ધુળેટીના દિવસે સાંજે 6:00 વાગ્યાની આસપાસ બની હતી. અમને અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો કે આ રીતે ઘટના બની છે. જેથી અમે તાત્કાલિક સંજીવની હોસ્પિટલ પહોંચ્યા હતા. પરંતુ અમે પહોંચી તે પેહલા જ અજયનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ નીપજ્યું હતું. હોસ્પિટલ દ્વારા જ પોલીસને જાણ કરવામાં આવી હતી.