સુરત :દાંત ઈમ્પ્લાન્ટ કરનાર લોકોને સુરતથી આવનાર આ ઘટના વાંચવી ખૂબ જ જરૂરી છે. કારણ કે, તેમની એક ભૂલ સાબિત થઈ શકે છે. સુરતના એક આધેડનો ઈમ્પ્લાન્ટ કરેલો દાંત તેના અન્નનળીના માધ્યમથી ફેફસામાં ફસાઈ ગયો હતો. જેને આધેડે શરૂઆતમાં ગંભીરતાથી નહિ લઇ ભૂલ કરી. ડોક્ટરોની ટીમને બે કલાક સુધી બ્રોન્કોસ્કોપી કરી ફેફસામાં ફસાયેલો ઈંપ્લાન્ટ દાંત બહાર કાઢ્યો હતો.
શું છે સમગ્ર ઘટના : શહેરમાં રહેતા 52 વર્ષના આધેડે દાંત ઈમ્પ્લાન્ટ કરાવ્યો હતો. બધું સારું ચાલી રહ્યું હતું, પરંતુ એક દિવસ તેમના છાતીમાં પીડા થવા લાગી એટલું જ નહિ શ્વાસ લેવામાં તકલીફ થઈ જેના કારણે તેઓએ ડોક્ટરનો સંપર્ક કર્યો હતો. ડોક્ટરે તેમને એક્સ-રે કઢાવવાની સલાહ આપી હતી, જ્યારે ડોક્ટરે એક્સરે જોયો ત્યારે તેઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. કારણ કે એક્સરેમાં જોવા મળ્યું હતું કે એક દાતા ફેફસામાં ફસાયો છે. જેના કારણે તેમને તાત્કાલિક સારવાર આપવાની શરૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચો :ગુજરાતમાં પ્રથમ વખત ગેંડાના શિંગડાનું વેચાણ થતું હોવાનો કેસ આવ્યો સામે, વડોદરામાં ઝડપાયા 2 આરોપી
ફેફસામાં દાંત ફસાઈ ગયો :આ અંગે ચેસ્ટ ફિઝિશિયન ડોક્ટર સમીર ગામીએ જણાવ્યું હતું કે, 21મી ફેબ્રુઆરીના રોજ સુરતમાં રહેતા 52 વર્ષીય આધેડનો ઈમ્પ્લાન્ટ કરાયેલો દાંત શરીરની અંદર ચાલી ગયો હતો. તેમને લાગ્યું કે તે હવે શૌચ માધ્યમથી નીકળી જશે. એક સપ્તાહ સુધી તેમને કોઈ તકલીફ થઈ નહોતી પરંતુ અચાનક જ તેમના છાતીમાં પીડા અને શ્વાસ લેવાની તકલીફ શરૂ થઈ ગઈ હતી. જેથી તેઓ એ ડોક્ટરનો સંપર્ક કર્યો હતો, જ્યારે એક્સ-રે કાઢવામાં આવ્યો ત્યારે જોવા મળ્યું હતું કે તેમના ફેફસામાં દાંત ફસાઈ ગયો છે.
આ પણ વાંચો :અમેરિકાના પોપ કલ્ચરમાં ચમકશે સુરતના લેબગ્રોન ડાયમંડ
શ્વાસ લેવામાં તકલીફ વધી :ડોક્ટર સમીર ગામીએ વધુમાં જણાવ્યું હતું કે, દાંત અન્નનળીના માધ્યમથી ફેફસામાં જઈને ફસાઈ ગયો હતો. દાંત સ્થિતિ જોઈને લાગ્યું કે તે સહેલાઈથી નીકળે તેમ નથી. બીજી તરફ સતત દર્દીએ ડોક્ટરને જણાવ્યું હતું કે, તેમને છાતીમાં પીડા થઈ રહી છે અને શ્વાસ લેવામાં તકલીફ વધી રહી છે. આવી પરિસ્થિતિમાં ડોક્ટરોની ટીમે બ્રોન્કોસ્કોપી કરવા માટે પરિવારને સલાહ આપી હતી અને પરિવારની પરવાનગી બાદ ડોક્ટરોએ બે કલાક સુધી બ્રોન્કોસ્કોપી ફેફસામાં ફસાયેલ દાંત કાઢી સફળ ઓપરેશન કર્યું હતું.