ડુમસના દરિયામાં બે કિશોર તણાયા, બંનેનો ચમત્કારીક બચાવ સુરત :ડુમસના દરિયામાં બે કિશોર ખેંચાઈ ગયા હોવાનો બનાવ બન્યો હતો. જેમાં દરિયાના પાણીમાં ડૂબતા કિશોરને ફાયર વિભાગની ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ બે મિત્ર રવિવારની રજામાં દરિયા કિનારે આવ્યા હતા. ત્યારે અચાનક આ બનાવ બન્યો હતો. જોકે, બંનેના જીવ સલામત રહેતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
બે કિશોર ડુબ્યા : આ બાબતે વેસું ફાયર વિભાગના ફાયર ઓફિસર મારુતિ સોનવણે વિગતવાર માહિતી આપી હતી. 17 વર્ષીય આલોક રામકુમાર વર્મા અને તેનો 13 વર્ષીય મિત્ર સુમિત રાજુભાઈ ભધા સાથે આ બનાવ બન્યો હતો. બંને બાળ મિત્રો રવિવારની રજા હોવાથી ડુમસ બીચ ઉપર ફરવા માટે આવ્યા હતા. ત્યારે અચાનક સુમિત દરિયાના પાણીમાં ખેંચાઈ ગયો હતો. જેનું રેસક્યું અમારા જવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપરાંત આલોકને પહેલા જ બચાવી લેવામાં આવ્યો હતો. બંને છોકરાઓ ખટોદરા વિસ્તારમાં આવેલ પંચશીલ નગર 2 જોગણી માતાના મંદિર પાસે રહે છે. રવિવારની રજા હોવાને કારણે ડુમસ બીચ ઉપર ફરવા માટે આવ્યા હતા. તેઓને બાદમાં ડુમ્મસ પોલીસને કબજો સોંપવામાં આવ્યો હતો.
આ ઘટના ગઈકાલે સાંજે 5:30 વાગ્યાની છે. જેની જાણ ફાયર કંટ્રોલ દ્વારા અમને આપવામાં આવી હતી. જેથી અમે ડુમસ બીચ ગણેશ મંદિરની પાછળ પહોંચ્યા હતા. જ્યાં અમારો ઓફ ડ્યુટી ફાયર જવાન પિન્ટુ ખલાસી અને ધુર્વ ખલાસી હાજર હતા. તેઓએ એક સ્થાનિક વ્યક્તિ સાથે મળી એક બાળકને બચાવી લીધો હતો. ત્યારે બીજા છોકરાને અમારા દ્વારા દરિયામાંથી બહાર લાવવામાં આવ્યો હતો.-- મારુતિ સોનવણ (ફાયર ઓફિસર, વેસું ફાયર વિભાગ)
આબાદ બચાવ : શહેરના ડુમસના દરિયાના પાણીમાં ગઈકાલે સાંજે બે કિશોરો ખેંચાઈ જતા સ્થાનીકોએ એક કિશોરને બચાવી લીધો હતો. જ્યારે બીજા કિશોરને બચાવવા માટે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી વેસું ફાયર વિભાગનો કાફલો ડુમસ દરિયા કિનારે પહોંચ્યો હતો. ફાયરવિભાગની ટીમ દ્વારા કિશોરનું રેસક્યું કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, બચાવવામાં આવેલ બંને કિશોરોને 108 એમ્બ્યુલન્સ ટીમ દ્વારા ચેક કરતાં બંને બાળકો સ્વસ્થ જણાયા હતા.
- Surat News : ધાતવા ગામની સીમમાં નદીમાં ડૂબી ગયેલ યુવકનો મૃતદેહ બે દિવસ બાદ મળ્યો
- Surat News: ધાતવા ગામની સીમમાં તાપી નદીમાં નાહવા પડેલા બે પૈકી એક યુવક ઊંડા પાણીમાં ડૂબી ગયો