સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર સુરત: તાપી જિલ્લાના પશુપાલકો માટે શુભ સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર સાંભળીને પશુપાલકોમાં આનંદની લહેર જોવા મળી રહી છે. તાપી જિલ્લાના દૂધ ઉત્પાદક સહકારી મંડળી 2.50 લાખ પશુપાલકોને આગામી ટૂંક સમયમાં દૂધના ભાવ તફાવતના કિલોફેટે 110 રૂપિયા ચૂકવશે. પરંતુ સિક્કાની બીજી બાજુ જોવા જઇએ તો ગ્રાહકને કોઈ ફાયદો થાય તેનાથી તેવું જોવા મળી રહ્યું નથી. સતત દૂધ ની તમામ વસ્તુઓમાં ભાવ વધી રહ્યા છે.
110 રૂપિયા ચૂકવવાનો નિર્ણય: સુમુલ ડેરીના પ્રમુખ માનસિકભાઈ પટેલે જાહેર કરી છે. તાપી જિલ્લાના દૂધ ઉત્પાદક સહકારી મંડળીના 2.50 લાખ પશુપાલકોને આગામી ટૂંક સમયમાં દૂધના ભાવ તફાવતના કિલોફેટે 110 રૂપિયા ચૂકવશે. આ ભાવફેર વીતેલા ત્રણ વર્ષમાં સૌથી વધુ છે. ગત બે વર્ષમાં 86 અને 92 રૂપિયા ચૂકવ્યા બાદ ચાલુ વર્ષે 110 રૂપિયા ચૂકવવા નિર્ણય લેવાયો છે. સામાન્ય રીતે પશુપાલકોને આખું વર્ષ દૂધના જે ભાવ ચૂકવવામાં આવે છે તે ભાવ અંદાજિત હોય છે. પરંતુ વર્ષના અંતે સુમુલ ડેરીને જેટલો નફો થાય તેમાંથી પશુપાલકોને બોનસ ચૂકવવામાં આવે છે.
"સુમુલ ડેરીના પ્રમુખ માનસિકભાઈ પટેલે જાહેર કરી છે કે, તાપી જિલ્લાના પશુપાલકોને જે વાર્ષિક બોનસ આપવામાં આવે છે. 5મી જૂને 305 કરોડ રૂપિયા બોનસ આપવામાં આવશે. તેમાં ખાસ કરીને દૂધ ઉત્પાદકોને 100 રૂપિયા બોનસ પેટે આપવામાં આવશે. શેરના રૂપમાં કિલોફેટે 5 રૂપિયાઅને બચત તરીકે 5 રૂપિયા આપવમાં આવસે. જેને કારણે તેમનું વ્યાજનું ભારણ ઘટશે. અને અઢી લાખ પશુપાલકોને ખૂબ જ ફાયદો થશે.અને સમગ્ર પશુપાલકોમાં આનંદની લહેર જોવા મળી રહી છે"-- સુમુલ ડેરીના ડિરેક્ટર(જયેશ પટેલ)
પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યું:વર્ષોથી પશુપાલકોને ભાવફેર ચૂકવવાની પ્રથા છે.બીજી તરફ ડેરીના ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર અરુણ પુરોહિતને કાયમી એમ.ડી.નો તાજ પહેરાવી દેવાયો છે. શિનવારે મળેલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં ઇન્ચાર્જ એમ.ડી.ને કાયમી કરવા નિર્ણય લેવાયો હતો. આ સાથે જ કાયમી એમ.ડી.ની નિમણૂક કરવાના મુદ્દા પર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યું હતું. ઇન્ચાર્જ એમ.ડી.થી ડેરીનું ગાડું ગબડાવાતું હોવાનો મુદ્દે ઊભો કરી આખો મામલો હાઈકોર્ટમાં લઈ જવાયો હતો.
- Baroda Dairy Controversy : MLAના આક્ષેપ બાદ મંડળે કહ્યું, લાયકાત જોઈએ
- નવા વર્ષની શરૂઆતમાં અમૂલે આપી પશુપાલકોને ભેટ,
- 2થી 4 લાખ લિટર દુધ વિસ્તરણ થઈ શકે તેવા ફુલ્લી ઓટોમેટિક સોલાર પાવર પ્લાન્ટનું થશે લોકાર્પણ