વનિતા વિશ્રામ શાળામાં થોડા દિવસો પહેલાં ફી વધારાને લઈને વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સ્કૂલવાન અને રિક્ષાચાલકોએ પણ ભાડામાં વધારો કર્યો હતો. જેથી વાલીઓમાં રોષ ફેલાયો હતો. આ ઘટના બાદ સ્કૂલ બંધ રાખવાનું વાલીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. જેથી મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ ખાતે એકત્ર થયા હતા અને વિદ્યાર્થીઓને અભ્યાસથી અળગા રાખવા અપીલ કરી હતી.
સુરતમાં સ્કૂલવાન તથા રિક્ષાચાલકો દ્વારા ભાડામાં વધારો કરતા વાલીઓમાં રોષ
સુરત : વનિતા વિશ્રામ શાળાના વાલીઓનો વિરોધ યથાવત છે. સ્કૂલવાન અને રીક્ષા ચાલકોએ ભાડામાં વધારો કરતા વાલીઓમાં રોષ ફેલાયો હતો.વનિતા વિશ્રામ પાસે વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે વાલીઓ પર રીક્ષા ચાલકો દ્વારા રીક્ષા ચડાવી દેવાનો પ્રયાસ પણ કરવાનો આક્ષેપ લગાડવામાં આવ્યો છે. જે બાદ વાલીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.
સ્કૂલવાન તથા રિક્ષાચાલકો દ્વારા ભાડામાં વધારો કરતા વાલીઓમાં રોષ
પોલીસ સામે આ ઘટના બની હોવા છતા કોઇ પણ કાર્યવાહી ન કરતા પોલીસ સાથે પણ ઘર્ષણ સર્જાયું હતું. જોકે, ત્યારબાદ મામલો શાંત પડ્યો હતો. પરંતુ વાલીઓએ સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો