બીબીએ કર્યા બાદ સ્ટ્રીટ પર મોમોઝ વેચતા નૂપુર મોદી સુરત: બીબીએ કર્યા પછી મોટાભાગે યંગસ્ટર્સ મલ્ટિનેશનલ્સ કે કોર્પોરેટ્સમાં જોબ શોધતા હોય છે. જેમાં એસી ચેમ્બર અને વધુ સેલરી પેકેજનો સમાવેશ થતો હોય છે. આ ઘેટાચાલમાંથી પોતાનો અલગ રસ્તો બનાવનાર બહુ ઓછા હોય છે. આ ઓછા લોકોની યાદીમાં સુરતની 21 વર્ષીય યુવતીનો સમાવેશ થાય છે.બીબીએ ફાઇનલ યરની પરીક્ષા આપનાર સુરતની નૂપુર મોદીએ સાબિત કર્યું છે કે જીવનમાં કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું મુશ્કેલી નથી. નૂપુર તેમની માતા સાથે રહે છે. તેમના મધર સિંગલ પેરન્ટ છે. તેથી નૂપુર તેમની માતાને કોઈ આર્થિક બોઝો આપવા માંગતા નથી. તેણી ધોરણ 12થી જ નોકરી કરીને પોતાનો ખર્ચો ઉઠાવે છે.
નૂપુરના મોમોઝ સોશિયલ મીડિયામાં વાઈરલઃ સુરત શહેરના પાલ વિસ્તારની ફૂટપાથ પર નૂપુર મોદી મોમોસનું વેચાણ કરીને સારૂ એવું અર્નિંગ કરી રહી છે. નૂપુર મોદી અને તેમના દ્વારા તૈયાર કરવામાં આવતા ટેસ્ટી મોમોઝના વીડિયોઝ સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાઈરલ થયા છે. આ વાઈરલ વીડિયોને જોઈને કાશ્મીરથી પણ એક કસ્ટમર નૂપુર મોદીના સ્ટોલની મુલાકાત લઈ ચૂક્યા છે.
યંગસ્ટર્સ માટે પ્રેરણારૂપઃ નૂપુર હજી 21 વર્ષની છે. આ ઉંમરમાં મોટાભાગે યંગસ્ટર સોશિયલ મીડિયામાં સમય પસાર કરતા હોય છે અને પાર્ટીઓમાં વધારે વ્યસ્ત રહેતા હોય છે. જયારે નૂપુર મોદી યુવાનો માટે એક પ્રેરણા રૂપ બન્યા છે. તેણીએ હાલમાં બેચલર્સ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ફાઈનલ યર પરીક્ષા આપી છે. કોઈ સારી નોકરીની રાહ જોવાને બદલે છેલ્લા છ મહિનાથી રોડ પર મોમોઝનું વેચાણ કરી રહી છે. દિવસ દરમિયાન તે મોમોસ બનાવવા માટે ઘરે તૈયારીઓ કરતી હોય છે અને સાંજે ફૂટપાથ પર આ મોમોઝ રેડી ટુ ઈટ કરીને લોકોને વેચે છે.
મને 8મા ધોરણથી કુકિંગનો શોખ હતો. મને ખાવા કરતા ખવડાવવું બહુ ગમે છે. જોકે મારી આ પેશન જ મારો બિઝનેસ બનશે એવું તો મેં કદાપિ વિચાર્યું નહતુ. 12મા ધોરણ બાદ મેં અર્નિંગ ચાલુ કર્યું હતું. B.B.A.બાદ મેં બિઝનેસ ટિમ ડેવલપમેન્ટ માટેની જોબ શરૂ કરી હતી પણ મને જોબ સેટિસ્ફેક્શન નહતું મળતું. મેં એક નેપાળી મહિલાના ઘરે મોમોઝ ખાધા બસ પછી મેં મોમોઝ બનાવી વેચવાનું શરૂ કરી દીધું. મારા બનાવેલા શોર્ટ મોમોસ અને પિંક મોમોઝ લોકોને ખૂબ જ પસંદ આવે છે.દેશભરમાં આ બંને મોમોસ વાયરલ થયા બાદ જમ્મુ કશ્મીરથી પણ લોકો જ્યારે સુરત આવે છે ત્યારે તેઓ મને શોધતા અહીં પહોંચી જાય છે...નૂપુર મોદી(એન્ટરપ્રિન્યોર, સુરત)
ટેબલથી લઈને ફૂડ ટ્રક સુધીનો સંઘર્ષઃનૂપુરનું ફૂડ કાઉન્ટર સોમથી શુક્રમાં 3 થી 5 હજાર રોજના અને વિકએન્ડ, ફેસ્ટિવલમાં 15થી 20 હજાર રૂપિયાનો વકરો કરે છે. શોર્ટ મોમોસ અને પિંક મોમોઝ ગ્રાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. નૂપુરે શરૂઆતમાં રસ્તા પર ટેબલ મૂકી આ બિઝનેસ ચાલુ કર્યો. તેણીએ આ સ્ટાર્ટઅપ માત્ર 15 હજારમાં શરૂ કર્યું હતું. આ મૂડી તેને માત્ર એક વીકમાં જ નફા સ્વરૂપે પાછી મળી ગઈ હતી. હવે તેણી આ ફૂડ કાઉન્ટરને ફૂડ ટ્રકમાં કન્વર્ટ કરવા જઈ રહી છે.
- થેપલા ખાવાના શોખીન હોય તો એકવાર કારેલાના થેપલા ખાવ, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે
- ખાવાના શોખીન લોકો માટે સારા સમાચાર, હોટેલ અને રેસ્ટોરાંમાં હવે નહીં ચૂકવવો પડે સર્વિસ ચાર્જ