લો બાલો..,આરોગ્ય પ્રધાન શોધી રહ્યાં છે ઇન્જેક્શન...
સુરતમાં ખાનગી હોસ્પિટલના દર્દીના સંબંધીએ રાજ્યના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીને ઇન્જેક્શન દવા નવી સિવિલમાં હોવા છતાં નથી આપતા સંદર્ભે ફોન કર્યો હતો. આ અંગે એક ઓડિયો વાયરલ થયો હતો. આ ઓડિયોમાં કુમાર કાનાણી કહી રહ્યાં છે કે, ઇન્જેક્શન એજન્સીમાંથી ગોતવા પડે.. હુંય ગોતું છું...
આરોગ્ય પ્રધાન શોધી રહ્યા છે ઇન્જેક્શન
સુરત: ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીને જરૂરી દવા અને ઈન્જેકશન માટે તેમના સંબંધી નવી સિવિલ હોસ્પિટલ ખાતે ગયા હતા, પરંતુ તે દવા નવી હોસ્પિટલમાં હોવા છતાં નહીં અપાતા હોવાથી દર્દીના પરિવારના સભ્યે રાજ્યના આરોગ્યમંત્રી કુમાર કાનાણીને ફોન કર્યો હતો.