ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં આજથી એસ.ટી.સેવા શરૂ, ધંધાર્થીઓને મળી રાહત - loakdown 4 effect in surat

લોકડાઉનનો ચોથો તબક્કો શરૂ થઇ ચૂક્યો છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી મહત્વની જાહેરાત બાદ સુરત એસ.ટી ડેપો પરથી એસ.ટી સેવાનો ફરી પ્રારંભ કરવામાં આવ્યો છે. જે માત્ર દક્ષિણ ઝોનમાં બસ દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. આજ રોજ વહેલી સવારથી 13થી વધુ બસ અંકલેશ્વર અને વાપી સુધી રવાના કરવામાં આવી છે.

સુરતમાં આજથી એસ.ટી.સેવા શરૂ, ધંધાર્થીઓને મળી રાહત
સુરતમાં આજથી એસ.ટી.સેવા શરૂ, ધંધાર્થીઓને મળી રાહત

By

Published : May 20, 2020, 12:39 PM IST

સુરતઃ એસ.ટી સેવાનો આજથી ફરી પ્રારંભ થયો છે. આજથી એસ.ટી ડેપો પરથી આંતર જિલ્લાના તાલુકામાં બસો દોડાવવામાં આવી રહી છે. જ્યાં, સુરતથી અંકલેશ્વર અને સુરતથી વાપી સુધી બસ રવાના કરવામાં આવી રહી છે. ચાર ઝોન પ્રમાણે સુરત દક્ષિણ ઝોનમાં આવતું હોવાથી દક્ષિણ ગુજરાતના માંડવી, બારડોલી, સોનગઢ, પલસાણા, વાલોડ અને વ્યારા ખાતે બસો દોડાવવામાં આવી રહી છે. સાથે અહવા, ડાંગ સુધી પણ એસ.ટી બસ દોડી રહી છે. વહેલી સવારથી હમણાં સુધી 13 જેટલી એસ.ટી બસો ડેપો પરથી રવાના કરવામાં આવી છે.

સુરતમાં આજથી એસ.ટી.સેવા શરૂ, ધંધાર્થીઓને મળી રાહત

કોવિડ -19ના નિયમો પ્રમાણે 51 શીટરની બસમાં માત્ર 30 જેટલા પ્રવાસી બેસાડવામાં આવી રહ્યા છે. તમામ પ્રવાસીઓનું મેડિકલ સ્ક્રીનીંગ અને સેનેટાઈઝ પણ કરવામાં આવી રહ્યું છે. પ્રવાસીને બેસાડતા પહેલા અને બાદમાં બસને પણ સેનેટાઇઝ કરવામાં આવી રહી છે.

તમામ એસ.ટી બસમાં સોશિયલ ડિસ્ટનસિંગ રાખી માત્ર 30 મુસાફરો ને બેસાડવામાં આવી રહ્યા છે. સામાન્ય દિવસોમાં 1,100 જેટલી ટ્રીપ એસ.ટી ડેપો પરથી મારવામાં આવે છે. જો કે, હાલ ચાલી રહેલા લોકડાઉનના પગલે ટ્રીપમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
આજથી સેવાનો પ્રારંભ થતા માત્ર બે ટકા પ્રવાસીઓનો ઘસારો ડેપો પર જોવા મળ્યો હતો. જો કે, એસ.ટી.સેવા શરૂ થતાં ધંધાર્થીઓને પણ મોટી રાહત મળી છે.

ABOUT THE AUTHOR

...view details