સુરત: રાજ્યમાં એસ.ટી.વિભાગ દ્વારા આજથી ચાર જેટલા ઝોનમાં એસ.ટી સેવા શરૂ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર સહિત દક્ષિણ ઝોનમાં આ સેવાઓનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં આંતર જિલ્લાના તાલુકાઓમાં એસ.ટી.બસો દોડાવવામાં આવી રહી છે. તાલુકાઓમાં આવતી બસને સારોલી ચેકપોસ્ટ પર સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રોકી બસમાં સવાર પ્રવાસીઓનું મેડિકલ સ્ક્રીનીંગની સાથે નામ, સરનામાં અને મોબાઈલ નંબર સહિતની નોંધણી કરવામાં આવી રહી છે.
સ્થાનિક તંત્રમાં સંકલનનો અભાવ: આંતરજિલ્લા નોકરી માટે આવતા લોકોને 'ઓન હોમ ક્વોરેન્ટાઈન'ના સિક્કા લગાવ્યા - corona cases in surat
રાજ્ય સરકારના નિર્ણય બાદ એસ.ટી વિભાગ દ્વારા ચાર જેટલા ઝોનમાં એસ.ટી સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ઝોનમાં આવતા સુરત ખાતે એસ.ટી ડેપો પરથી આંતર જિલ્લાના તાલુકાઓમાં બસ દોડાવવામાં આવી રહી છે. ઉપરાંત, સુરતમાં આવતી એસ.ટી બસમાં સવાર પ્રવાસીઓનું ચેકપોસ્ટ પર મેડિકલ સ્ક્રીનીંગ કરી હોમ ક્વોરોન્ટાઇનના સિક્કા મારવામાં આવી રહ્યા છે .
દરેક પ્રવાસીઓને હાથ પર હોમ ક્વોરોન્ટાઇનના સિક્કા મારવામાં આવી રહયા છે. જેથી ફરજિયાત પ્રવાસીઓને ચૌદ દિવસ માટે ઘરમાં હોમ ક્વોરોન્ટાઇન રહેવાની પણ ફરજ પડી છે. પાલિકા અને સ્થાનિક જિલ્લા વહીવટીતંત્રની આ કામગીરી બાદ સંકલનનો સ્પષ્ટ અભાવ જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લા અને આંતર તાલુકાના અપડાઉન કરતા પ્રવાસીઓ કામ- ધંધાએ જવા માટે એસ.ટી.બસમાં અપડાઉન કરે છે. પરંતુ આ તમામ લોકોને પણ હોમ ક્વોરોન્ટાઇનના સિક્કા મારવામાં આવી રહયા છે. જેથી પ્રવાસીઓ પણ અવઢવની સ્થિતિમાં મુકાયા છે. અધિકારીઓનું કહેવું છે કે, ઉપરથી આદેશ મળ્યા છે કે, તમામને હોમ ક્વોરોન્ટાઇનના સિક્કા મારવામાં આવશે.