ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં શંકર-સલીમની જોડી કોરોનાના દર્દીઓ માટે રામ-રહીમની જોડી બની...

અટલ સંવેદના કોલ સેન્ટરમાં સલીમ અને શંકર મળીને કોવિડ દર્દીઓની સેવા કરી રહ્યાં છે. સાંભળીને આશ્ચર્ય થશે, પરંતુ આ બંનેનું યોગદાન દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની ગયું છે. કોવિડ સેન્ટરમાં આવનાર તમામ દર્દીઓને કાળજી અને સેવા આ બંને મળીને કરે છે. શંકર અને સલીમની જોડી કોરોનાના દર્દીઓ માટે રામ-રહીમની જોડી બની ગઈ છે.

શંકર અને સલીમ
શંકર અને સલીમ

By

Published : Aug 24, 2020, 2:17 PM IST

સુરત: શહેરના અલથાન વિસ્તાર ખાતે આવેલા અટલ સંવેદના કોવિડ સેન્ટરમાં દર્દીઓની સેવા કરવા માટે સલીમ અને શંકર 24 કલાક તેનાત છે. ડોક્ટર નર્સ અને દર્દીઓની સેવા કરવા માટે શંકર અને સલીમ ત્યાં જ ફરજ બજાવી રહ્યાં છે. શંકર અને સલીમની આ જોડી લોકો માટે આદર્શ બની ગઈ છે. આવી વિકટ પરિસ્થિતિમાં પણ બંને ભેગા થઈ બંને કોરોનાના દર્દીઓને સાજા કરવા માટે કટિબદ્ધ બન્યા છે.

શંકર અને સલીમની જોડી

કોરોનાના દર્દીઓ માટે તેઓએ નિસ્વાર્થ ભાવથી સેવા આપે છે. બન્ને મળીને કોવિડ સેન્ટરમાં ગણેશ પ્રતિમાની સ્થાપના કરી છે. સલીમ અને શંકરને જોઈને દર્દીઓ પણ આશ્ચર્યમાં મૂકાયા છે, એ બંનેના ભાઈચારા અને દર્દીઓને સાજા કરવા માટેની નિષ્ઠા જોઈ દર્દીઓ પણ આશીર્વાદ આપે છે.

સુરતના અટલ સંવેદના કોલ સેન્ટર બે માળનો છે. એક માળ શંકર તો બીજો માળ સલીમ સંભાળે છે, જ્યારથી દર્દીઓ આ કોવિડ સેન્ટરમાં આવે છે, ત્યારથી લઇ ડિસ્ચાર્જ થયા સુધી તેમની કાડજી બંને શંકર અને સલીમ લે છે. લોકો તેમને રામ રહીમ બોલાવે છે.

ABOUT THE AUTHOR

...view details