ડીંડોલી ઓવર બ્રીજ પરથી બે પિતરાઇ ભાઇઓ ખમણની ડિલિવરી કરવા જતાં હતા. ત્યારે મોટર સાયકલને ઓવર ટેક કરતાં ગાડી સ્લીપ થઈ ગઇ હતી. જેમાં બન્ને પિતરાઈ ભાઈઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્થાનિકોએ 108ને ફોન કરી તેમને સુરત સિવિલ હૉસ્પિટલમાં ખસેડ્યાં હતા.
સુરતના ડીંડોલી ઓવરબ્રીજ પર બાઈકને ઓવર ટેક કરવા જતા, એક્ટિવા સ્પીલ થતા ગંભીર અકસ્માત સર્જાયો - overbridg
સુરતઃ શહેરના ડીંડોલી ઓવર બ્રીજ પર અકસ્માતની ભરમાર જોવા મળી રહી છે. શુક્રવારે એક્ટિવા લઇ જતાં બે ભાઇઓએ બાઇકને ઓવર ટેક કરતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને ભાઇઓને ગંભીર ઇજા પહોંચી છે. સ્થાનિકોએ ઇજાગ્રસ્ત ભાઇઓને તાત્કાલિક સારવાર અર્થે ઇમરજન્સી સેવા દ્વારા હૉસ્પિટલમાં ખસેડ્યાં હતાં.
સુરતના ડીંડોલી ઓવરબ્રીજ પર ફરી એકવાર ગંભીર અકસ્માત સર્જાયો
ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં બંને ભાઇ ડીંડોલી ગામના છે અને ફૂડ ડિલિવરીનું કામ કરતાં હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે હૉસ્પિટલની મુલાકાત લીઘી ત્યારે ઇજાગ્રસ્ત પ્રકાશ રાઠોડ નામના યુવકની હાલત ગંભીર અને રાકેશ રાઠોડની હાલતમાં સુધાર હોવાનું જાણવા મળ્યું હતું.