ગુજરાત

gujarat

ETV Bharat / state

ચોકીદારની હત્યા કેસઃ 2.21 લાખના મુદ્દામાલ સાથે 5 આરોપીની ધરપકડ

સુરતઃ જિલ્લાના માખીંગા ગામે બે દિવસ પહેલા આંબાવાડીના ચોકીદારની હત્યા કર્યા બાદ મૃતદેહ મળી આવ્યો હતો. જે બાબતે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. તે દરમિયાન બાતમી મળતાં 5 આરોપીઓની ધરપકડ કરાઇ હતી તો સાથે જ કુલ 2.21 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો હતો.

By

Published : May 26, 2019, 2:04 PM IST

સુરત

સુરત જિલ્લાના પલસાણાના માખીંગા ગામે બે દિવસ પહેલા શેરડીના ખેતરમાંથી એક આંબાવાડીના ચોકીદારની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે બાબતે પલસાણા પોલીસ સાથે ગ્રામ્ય SOG અને LCBની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. આ તપાસ દરમિયાન બાતમીને આધારે કડોદરા નજીકથી 5 આરોપીઓની ધરપકડ કરાઇ હતી. આ સાથે જ તેમની પાસેથી કેરી ભરેલું 180 કેરેટ, 29 હજાર રોકડા અને બે મોબાઈલ ફોન તેમજ એક બાઈક સહિત કુલ 2.21 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો હતો.

આ 5 આરોપીઓ પૈકી બારડોલીના આશિયાના નગરમાં રહેતા રિઝવાન રાએન, વસીમ શેખ, શાહરુખ અંસારી ત્રણેયે ભેગા મળી ગંગાધરાનો જુમ્માન રાએન અને બારડોલી સુરતી પાર્ક રહેતો સહબાન રાએન સાથે ભેગા મળી પ્લાન બનાવ્યો હતો. આ ઘટનાના દિવસે આંબાવાડીના એક મજૂરને હોટેલમાં જમવાના બહાને લઇ ગયા હતા. તે દરમિયાન પોલીસને પ્રાથમિક તપાસમાં CCTV ફૂટેજ હાથ લાગ્યા હતા. જો કે, આરોપી રિઝવાન જેમને વાડી ભાડે રાખી હતી ત્યાં મજૂરી કરતો હોવાથી તેને કેરીના ઉતાર વિશે માહિતી હતી અને ત્યાં મજૂરને મુકી નાસી છૂટ્યા હતા. જે બાદમાં આંબાવાડીમાં હાજર એક ચોકીદાર સુરેન્દ્ર મેવાલાલ બનવાસીને ચપ્પુના ઘા મારી 240 કેરેટ ભરેલો ટેમ્પો લૂંટ કરી ભાગી છૂટ્યા હતા. જુમમાન કેરીનો વેપાર કરતો હોવાથી લૂંટ કરેલી કેરી ચીખલીના આલીપોર વેેચવા લઇ ગયો હતો અને અમુક વેચાયેલી કેરીના પૈસા ભાગ પાડવા તમામ ભેગા થયા હતા તે દરમિયાન પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.

સુરતમાં ચોકીદારની હત્યાના કેસમા 2.21 લાખનો મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો.

ABOUT THE AUTHOR

...view details