ગુજરાત

gujarat

ETV Bharat / state

જવેલર્સ શો રૂપમાં એક વર્ષ અગાઉ થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે આરોપીની કરી ધરપકડ

સુરત: શહેરમાં આવેલા કાપોદ્રા વિસ્તારમાં જવેલર્સમાં એક વર્ષ અગાઉ રૂપિયા 80 લાખની ચોરીની ઘટના બની હતી. આ ઘટનામાં પોલીસ વિભાગ દ્વારા અગાઉ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આ ગુન્હામાં સંડોવાયેલા એક વધુ આરોપીની પોલીસ વિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

By

Published : Mar 30, 2019, 5:54 AM IST

સ્પોટ ફોટો

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી જોગી જવેલર્સમાં 1 વર્ષ પહેલા એક ચોરીની ઘટના બની હતી. જેમાં અજાણ્યા તસ્કરોએ દુકાનમાં રહેલા સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળી કુલ 82,43,000ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતા કાપોદ્રા પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો દોડતો થઇ ગયો હતો. તે સમયે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી.

ત્યારે આ મામલે વધુ એક આરોપીને 1 વર્ષ બાદ ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં DCB પોલીસે બાતમીના આધારે રમેશ દેવરામ પ્રેમજી ચૌધરી નામના ઈસમને ઝડપી પાડ્યો છે. તો પોલીસ વિભાગ દ્વારા તેની પાસેથી ત્રણ પ્લેટ સોનાની લગડીઓ, 2663 ગ્રામ ચાંદીના દાગીના એક મોબાઈલ મળી કુલ 25.79 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે .

સુરતમાં એક વર્ષ અગાઉ થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

ઝડપાયેલ આરોપીની પોલીસ દ્વારા પૂછપરછ કરતા આરોપીઓએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં અગાઉ કાપોદ્રા પોલીસ મથકમાં તેનો ભાઈ જેસારામ ઉર્ફે જે.ડી.પકડાઈ ચુક્યો છે. તે દાગીના તેના વતન આપી ગયો હતો. પરંતુ પોલીસનું દબાણ હોવાથી તે દાગીના સાચવીને બેઠો હતો. આખરે સુરતમાં તે વેચવા નિકળતા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.



ABOUT THE AUTHOR

...view details