સુરત: સુરતના ડીંડોલી સ્થિત મહાદેવ નગર ખાતે રહેતા 66 વર્ષના મધુબેન પટેલ મૃત પતિના પેન્શનના (Pension Scheme) રૂપિયા ભેગા કર્યા હતા. જેમાંથી તેઓ ઘર બનાવાનું સ્વપન જોયું હતું. આ સપનાને પુરા કરવા માટે તેઓ બેંકમાં પૈસા લેવા ગયા અને આશરે 2 લાખ રૂપિયા જેટલી કિંમત બેગમાં નાંખી રીક્ષામાં બેઠા અને તેઓ ઉધના દરવાજા ખાતે રીક્ષામાંથી ઉતરી ગયા હતા અને પૈસાની ભરેલી બેગ પોતે રીક્ષામાં જ ભુલી ગયાં હતાં.
રીક્ષા ચાલકની ઈમાનદારી અને પ્રમાણિક
66 વર્ષના વૃધ્ધ પૈસાની બેગ ન મળતા તેઓ ચિતાંતુર થઇ ઉઠ્યા હતા. પતિના પેન્શનની રકમ નહીં મળતાં ગભરાયેલા મધુબેન ખટોદરા પોલીસ મથકે પહોચ્યા હતા. પોલીસએ CCTV કેમેરાના આધારે રિક્ષા ચાલકની શોધખોળ કરી રહી હતી. તે દરમિયાન ઈમાનદાર અને પ્રમાણિક રીક્ષા ખુદ સામેથી ચાલીને રૂપિયા લઈને પરિવાર સાથે પોલીસ મથકે આવવા નીકળ્યો હતો. રીક્ષા ચાલક ખટોદરા પોલીસ મથકે (Khatodara Police station) પહોચ્યો અને અહી રીક્ષા ચાલકે 2 લાખની રોકડ વૃદ્ધાને પરત કરી હતી.
રૂપિયા જોઇને હું ચોકી ઉઠ્યો