સુરત : કાપોદ્રા વિસ્તારમાં કામ કરતા ડિલિવરી મેનનું 13 લાખના હીરાનું પડીકું રસ્તામાં પડી ગયુ હતું. કાપોદ્રા પોલીસે સીસીટીવી કેમેરાના આધારે રિક્ષાચાલક (Rickshaw Driver Hhonesty was Seen In Surat) પાસેથી શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યુ હતું. જેને લઈને પોલીસ કમિશનરે પોલીસકર્મી અને રિક્ષાચાલકનું સન્માન કર્યુ હતું. સાથે હીરાના માલિકે રિક્ષા ચાલકની ઈમાનદારીની કદર કરી તેને પ્રોત્સાહિત ઇનામ આપ્યું હતું.
આ પણ વાંચો:રાષ્ટ્રીય મેંગો ફેસ્ટીવલમાં 350થી વધુ કેરીની વેરાયટીઓ મળી જોવા
પોલીસ કમિશનરએ પોલીસકર્મી અને રિક્ષાચાલકનું સન્માન કર્યુ :સુરત શહેરમાં હીરા ઉદ્યોગમાં રોજિંદા કરોડોની લેવડ દેવડ થતી હોય છે અને એક માર્કેટથી બીજા માર્કેટમાં હીરાની ડિલિવરી કરવામાં આવતી હોય છે, ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં ડિલિવરી મેનનું કામ કરતા જીગર ઠાકર લાખો રૂપિયાના હીરા લઈને નીકળ્યા હતા. જેમાં એક 13 લાખથી વધુનું હીરાનું પેકેટ વરાછા રોડના ઓવર બ્રિજ પર પડી ગયું હતું અને તે આગળ નીકળી ગયા હતા. જોકે પાછળથી આવતા રીક્ષા ચાલકને પેકેટ દેખાતા તેમને લઈને પોતાના ઘરે મૂકી દીધું હતું જોકે આ બાબતની જાણ ડિલિવરી મેનને થતા તેમને કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
સીસીટીવી ફૂટેજ દ્વારા તપાસ કરાઈ :પોલીસએ જરૂરી કાર્યવાહી કરીને સીસીટીવી ફૂટેજ તપાસ કરતા રીક્ષા ચાલક દ્વારા પેકેટ લેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે રીક્ષા ચાલક અસલમ પાયકને શોધી કાઢ્યો હતો. તમામ 13 લાખના હીરા સહી સલામત મળી આવ્યા હતા અને ત્યારબાદ હીરાના પેકેટ મૂળ માલિકને કાપોદ્રા પોલીસ દ્વારા પરત આપવામાં આવ્યા હતા. જેને લઈને પોલીસ કમિશનરે પોલીસકર્મી અને રિક્ષાચાલક અસલમ પાયકનું સન્માન કર્યુ હતું.