CAA અને NCRના વિરોધમાં બુધવારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ ત્યાગી સુરત આવ્યા હતા. તેમણે જનસંબોધન કરતાં જણાવ્યું હતું કે, "બધા પુરાવાઓ સરકાર પાસે છે, તો શા માટે લોકો NRC માટે ફરી પુરાવાઓ બતાવે. મારી અપીલ છે કે, લોકો NRC માટે પુરવાઓ ન આપે.
CAA અને NCR અસંવિધાનિક છે: રાજીવ ત્યાગી
સુરતઃ અખિલ ભારતીય કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ ત્યાગી સુરતની મુલાકાતે હતા. જ્યાં તેમણે CAA અને NRCને તેઓએ અસંવિધાનિક ગણાવી રદ કરવાની માગણી કરી હતી. દેશના કોઈ પણ નાગરિકને નાગરિકતા માટે કોઈ પુરાવા ન આપવા અપીલ કરી હતી. સાથે જ દીપિકા પાદુકોણ અંગે પ્રતિક્રિયા આપી હતી.
તેમણે વધુમાં કહ્યું કે, CAA અને NRCનો વિરોધ કોંગ્રેસ પાર્ટી કરતી રહેશે.આ કાયદો ભારતીય સંવિધાનની વિરૂદ્ધ છે. દેશને જાતિ અને ધર્મના આધારે વિભાજીત ન કરવો જોઈએ. મુખ્ય મુદ્દાઓથી દેશને ભટકાવવાનું આ એક ષડયંત્ર છે. ત્રણ નહીં પણ છ દેશોના નાગરિકોને સમાવવા જોઈએ. સાથે તમિલનાડુના 95000 શ્રીલંકનોનું શું થશે તેનો જવાબ સરકારને આપવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે, JNUમાં દીપિકા પાદુકોણની મુલાકાત બાદ તેમની ફિલ્મને બોયકોટ કરવાનો સોશ્યિલ મીડિયા પર ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જે અંગે વાત કરતાં રાજીવ ત્યાગીએ કહ્યું હતું કે, "દીપિકા પાદુકોણ હોય કે પછી અન્ય લોકો. જે પણ વિરોધ કરે છે તે તેમનો અધિકાર છે. જે લોકો દેશભક્તિના સર્ટિફિકેટ આપી રહ્યા છે. તેવા લોકોએ ટુ નેશન થિયરીની વાત કરી હતી એવા લોકો ફિલ્મના બોયકોટની વાત કરી રહ્યાં છે."