ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

સુરતમાં મોડી રાતથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી (Rain in Surat)કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તથા ભારે વરસાદને પગલે લોકો વાહનોમાં લાઈટ ચાલુ કરવાની નોબત આવી છે. હવામાન વિભાગની આગાહીં મુજબ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 15 જૂન બાદ વરસાદ દસ્તક આપે( Monsoon Gujarat 2022)આગાહી કરવામાં આવી હતી.

સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી
સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

By

Published : Jun 18, 2022, 4:02 PM IST

સુરત: શહેરમાં મોડી રાતથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા (Rain in Surat)વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે વરસાદને કારણે નોકરિયાત વર્ગ લોકો વરસાદમાં અટવતા બસ સ્ટેન્ડ અને ઝાડા નીચે ઉભા રહી સહારો લેતા નજરે જોવા મળી( Rain In Gujarat)રહ્યા છે. તથા ભારે વરસાદને પગલે લોકો વાહનોમાં લાઈટ ચાલુ કરવાની નોબત આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 15 જૂન બાદ વરસાદ દસ્તક આપે( Monsoon Gujarat 2022) આગાહી કરવામાં આવી હતી.

વરસાદ

આ પણ વાંચોઃMonsoon Gujarat 2022 : માંગરોળમાં ધોધમાર વરસાદ, મકાન પર વીજળી પડતાં શું થયું જૂઓ

મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી -એક દિવસ પહેલા પણ શહેરના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ( Meteorological Department Forecast)એન્ટ્રી કરી હતી. પરંતુ ત્યાર બાદ ગતરોજ આખો દિવસ વરસાદે વિરામ લીધો હતો. જેના કારણે વાતાવરણમાં ભારે બફાટ પણ હતો. મોડી રાતથી શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા જ વાતાવરણમાં ઠંડક પસરી છે. હાલ મારા શહેરમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે.

આ પણ વાંચોઃસુરતમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ, વરસાદની એન્ટ્રી થતાં ભારે બફાટ વચ્ચે ઠંડક પ્રસરી

પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ -એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ ધમાકેદાર વીજળીના કડાકા સાથે એન્ટ્રી કરી છે. સતત વરસાદ વરસવાને કારણે નોકરિયાત વર્ગ લોકો વરસાદમાં અટવતા બસ સ્ટેન્ડ અને ઝાડા નીચે ઉભા રહી સહારો લેતા નજરે જોવા મળી રહ્યા છે. તથા ભારે વરસાદને પગલે લોકો વાહનોમાં લાઈટ ચાલુ કરવાની નોબત આવી છે. સતત વરસતા વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઇ છે જેને કારણે લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. જેને કારણે કેટલાક વિસ્તારોમાં નિચાણના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી. પાણી ભરાવાને કારણે નાના-નાના ભૂલકાઓ પાણીમાં રમતા પણ જોવા મળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details