વકીલાતની ડીગ્રીનો પરિચય કોંગ્રેસને મળી ગયો સુરત : મોદી અટક બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા થઈ અને આ સજાના તેઓએ 26 કલાકમાં પોતાની સાંસદ સદસ્યતા ગુમાવી છે. જે પૂર્ણેશ મોદીના કારણે રાહુલ ગાંધીને સજા થઈ છે અને તેઓ હવે સાંસદ નથી તે પોતે વકીલાત વ્યવસાય સાથે જોડાયેલાં હતાં. આ ઘટના બાદ બદનક્ષી કેસ કરનાર સુરત પશ્ચિમના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે ઓબીસી જ્ઞાતિ પર કરવામાં આવેલા અપમાનજનક ટિપ્પણી યોગ્ય નથી. જે પણ કોર્ટે આદેશ આપ્યો છે તે આવકારદાયક છે.
કાયદાની કલમનો ગોદો : 'બધા જ મોદી સરનેમ વાળા લોકો ચોર કેમ ?' લોકસભા ચૂંટણી પ્રચાર સમયે આ નિવેદન આપ્યા બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ ખૂબ જ વધી ગઈ છે. સુરતમાં ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ આ નિવેદનને લઈ કોર્ટની અંદર કરવામાં આવેલા બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીને સજા થઈ છે. કાયદા પ્રમાણે જે પણ સાંસદ સભ્યને બે વર્ષથી વધુની સજા થાય તો તેમનો સાંસદ પદ રદ થઈ જતું હોય છે. આ જ ઘટના રાહુલ ગાંધી સાથે થઈ છે.
આ પણ વાંચો Rahul Gandhi: સદસ્યતા રદ્દ થતા કોંગ્રેસના નેતૃત્વ સંકટમાં વધારો થયો?
પૂર્ણેશ મોદીની એલએલબીની ડીગ્રી :ગુજરાતમાં તો પૂર્ણેશ મોદીનું નામ અજાણ્યું નથી પરંતુઅચાનક જ સુરત પશ્ચિમના ધારાસભ્ય દેશભરમાં જાણીતા થઈ ગયા છે. પૂર્ણેશ મોદી દ્વારા કરાયેલ બદનક્ષી કેસના કારણે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને સજા પણ થઈ છે અને 26 કલાકમાં તેઓ પોતાનું સાંસદ સદસ્ય પદ ગુમાવી બેઠાં છે. ઘણા લોકો નથી જાણતા કે પૂર્ણેશ મોદી પોતે વકીલતની ડિગ્રી ધરાવે છે.
અપમાનજનક ટિપ્પણી : આ સમગ્ર મામલે રાહુલ ગાંધી સામે બદનક્ષી કેસ કરનાર પુર્ણેશ મોદીએ સુરત ખાતે જણાવ્યું હતું કે ઓબીસી સમાજ ઉપર કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીને કારણે કોર્ટમાં બદનક્ષી કેસ કર્યો હતો. આ કોઈ રાજકીય બાબત નથી પરંતુ એક સામાજિક પ્રશ્ન છે. જેના કારણે આ એક સામાજિક આંદોલન છે કોર્ટે ચુકાદો આપ્યો છે તેનું અમે સ્વાગત કરીએ છીએ.
આ પણ વાંચો Rahul Gandhi convicted: માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા, વકીલની વાત અને ટ્વીટનો પ્રહાર
કોણ છે પૂર્ણેશ મોદી :એક બૂથ કાર્યકર્તા તરીકે રાજકારણમાં એન્ટ્રી લેનાર પૂર્ણેશ મોદી એલએલબીની ડીગ્રી ધરાવે છે તેમની ઉપર એક પણ ક્રિમિનલ કેસ નથી. તેઓ એક હિંદુત્વવાદી નેતા તરીકે સુરતમાં જાણીતા છે. તેઓ શરૂઆતથી જ ભાજપમાં સક્રિય રહ્યા છે અને મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતા તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. એટલું જ નહીં, તેઓ બીજેપીના શહેર પ્રમુખ પણ હતા. વર્ષ 1984 માં તેઓ બુથ કન્વીનર તરીકે ભાજપ માટે કાર્યરત થયા હતાં.
સુરતમાં મદદગાર નેતાની છાપ :1986 માં તેઓ વોર્ડ યુવા મોરચાના પ્રમુખ બન્યા હતા. વર્ષ 2010માં તેઓ સુરત શહેર ભાજપ પ્રમુખ બન્યા એટલું જ નહીં વર્ષ 2007માં ભાજપ હાઇકમાંડે તેમને ડાંગ વિધાનસભાના ચૂંટણી ઇન્ચાર્જ બનાવ્યા હતા. તેઓ પોતાના મતવિસ્તારમાં અનેક કાર્યો કરતા રહે છે ખાસ કરીને સિનિયર સિટીઝનોને ધાર્મિક સ્થળોની મુલાકાત લઇ શકે આ માટે ખાસ વ્યવસ્થા પણ તેઓ ગોઠવી આપે છે. અત્યાર સુધીમાં તેઓએ 4,000 જેટલા સિનિયર સિટીઝનને ધાર્મિક સ્થળના દર્શન કરાવ્યા છે. કોરોના કાળમાં પણ તેઓ પરપ્રાંતીય શ્રમિકોને વતન જવા માટે વ્યવસ્થા પણ કરી આપી હતી. ખાસ વોટ્સ એપ કંટ્રોલરૂમના માધ્યમથી લોકોની મદદ કરી હતી.