ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં બાંધકામ દરમિયાન માટી ઘસી પડતા 4 શ્રમિક દટાયા, 2 ની હાલત ગંભીર

સુરત: પોશ વિસ્તાર ઘોડદોડ રોડ પર આવેલી ગૃરૂકૃપા સોસાયટીમાં નવનિર્મિત બંગલાનુ કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન માટી ધસી પડતા મજૂરો દબાયા હતા. તેમજ નવનિર્મિત બંગલા 8-A મા 5 મજૂરો કામ કરતા હતા. સૂચના બાદ ફાયર વિભાગે ચાર મજૂરોને બહાર કાઢ્યા છે. જેમા 2 ની હાલત ગંભીર છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

સુરત

By

Published : Jun 1, 2019, 1:24 PM IST

પ્રાપ્ત વિગતો અનુસાર, ઘોડદોડ રોડ પર આવેલા ગુરૂકૃપા સોસાયટીમાં નવનિર્મિત બંગલાનુ ખોકદામ ચાલુ હતું તે દરમિયાન ત્યાં 5 મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક માટી ધસી જતા ચાર શ્રમિકો દબાયા હતાં. દુર્ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને ચાર શ્રમિકોને બહાર કાઢ્યાં હતાં.

સુરતમાં બાંધકામ દરમિયાન માટી ઘસી પડતા 4 શ્રમિક દટાયા, 2 ની હાલત ગંભીર

માહિતી મળી રહી છે તે પ્રમાણે આ દુર્ઘટનામાં બે શ્રમિકની હાલત ગંભીર હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે. લાલુ અને સંજય નામના બન્ને શ્રમિકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details