ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતની ડાયમંડ પેઢી કાચી પડતા રત્નકલાકારોને પગાર વિના છુટા કરાયા

સુરતઃ બે માસ અગાઉ શરૂ થયેલી ડાયમંડ પેઢી કાચી પડતા 40 જેટલા રત્નકલાકારોને પગાર ચૂકવ્યા વિના જ છૂટા કરી દેવામાં આવ્યા છે. રત્નકલાકારોએ સંઘની ઓફિસે જઈ રજૂઆત કરી છે. રત્ન-કલાકાર સંઘના પ્રમુખ દ્વારા પેઢીના માલિક જોડે ટેલીફોનિક વાત કરવામાં આવી છે. માલિક દ્વારા 3 દિવસની મુદત માંગવામાં આવી છે.

surat

By

Published : Jun 13, 2019, 11:04 AM IST

સુરતના વરાછા વિસ્તારમાં આવેલ બ્લ્યુસ્ટાર ડાયમંડ પેઢી કાચી પડતા માલિક દ્વારા આશરે 40 જેટલા રત્ન-કલાકારોને છુટા કરી દેતા રોજગારીનો મોટો પ્રશ્ન ઉભો થયો છે. છુટા કરાયેલા રત્ન-કલાકારો આજ રોજ રજૂઆત લઈ સુરત રત્ન-કલાકાર સંઘની ઓફિસે પહોંચ્યા હતા. જ્યાં રત્ન-સંઘના પ્રમુખે ડાયમંડ પેઢીના માલિક જોડે ટેલિફોનિક વાતચીત કરી હતી. માલિક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હાલ ધંધામાં આર્થિક રીતે નુકસાન જતું હોય અને કામ પણ ન મળતું હોવાથી તમામને છુટા કરવામાં આવ્યા છે. જ્યાં બાદમાં સ્થિતિ સુધારા પર આવ્યા બાદ તમામને નોકરી પર પરત બોલાવી લેવામાં આવશે.

સુરતની ડાયમંડ પેઢી કાચી પડતા રત્નકલાકારોને પગાર વિના છુટા કરાયા

આ ઉપરાંત કારીગરોનો બાકી પગાર ત્રણ દિવસની મુદત દરમ્યાન 15% કાપી ચૂકવી દેવામાં આવશે. માલિકની આ વાતને લઈ રત્નકલાકાર સંઘ દ્વારા સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, જો પગાર નહીં ચુકવવામાં આવે તો ધરણા યોજી કારીગરોના હક માટેની લડાઈ લડવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details