ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત અગ્નિકાંડને પગલે ACBની તપાસથી ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ - GUJARATI NEWS

સુરતઃ તક્ષશિલા અગ્નિકાંડ બાદ જે અધિકારીઓ આ ઘટના માટે જવાબદાર અધિકારીઓની સંપત્તિની તપાસ માટે ખાસ ACP રેન્કના અધિકારીની નિમણૂક ACBના ડાયરેકટર કેશવ કુમાર દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ ખાતે લાંચ રીશ્વત ખાતામાં ACP તરીકે ફરજ બજાવતા એન.ડી.ચૌહાણ પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓની સંપત્તિની તપાસ કરશે. જેથી અધિકારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

SURAT

By

Published : Jun 12, 2019, 12:20 PM IST

સરથાણા તક્ષશિલા અગ્નિકાંડ પછી સુરત મહાનગર પાલિકામાં ભ્રષ્ટ અધિકારીઓની વિરૂદ્ધમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તક્ષશિલા અગ્નિકાંડમાં 22 વિદ્યાર્થીઓના કરૂણ મોત થયા હતા. જેમાં અધિકારીઓની ગંભીર લાપરવાહી સામે આવી હતી. જેથી સ્થાનિક તંત્ર સિવાય ACB એ પણ આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે મોરચો ખોલી દીધો છે.

ભ્રષ્ટ અધિકારીઓની આવકથી વધુ સંપત્તિની તપાસ માટે એન્ટી કારપશન બ્યુરો (ACB) પણ હવે હરકતમાં આવ્યું છે. ACBના ગુજરાતના ડાયરેકટર કેશવ કુમારે મનપા કમિશ્નર થેંનારાશનને પત્ર લખી તક્ષશિલા દુર્ઘટનામાં પાલિકાના જે સામેલ હોય તેમના નામ મંગાવ્યા હતા, જેથી તેમની સંપત્તિની તપાસ કરી શકાય.

જો ACB ની તપાસમાં ભ્રષ્ટ અધિકારી અને કર્મચારીઓની આવક કરતા વધુ સંપત્તિ સામે આવશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આવા ભ્રષ્ટ અધિકારીઓ માટે ખાસ ACP રેન્કના એન.ડી.ચૌહાણ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે અને આ અંગે તપાસ કરશે. ACPની નિમણુંક થતા તમામ અધિકારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details