ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત યુવકને માર મારવાનો કેસઃ PI સહિત 8 પોલીસકર્મી સામે ફરિયાદ, PI સસ્પેન્ડ - crime

સુરતઃ સુરતમાં ચોરીના કેસમાં શકમંદ ત્રણ યુવકોને પોલીસ ફરિયાદ વગર પોલીસ લોકાઅપમાં રાખ્યા હતા. એક યુવકને પોલીસકર્મીઓ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. જેથી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં યુવક વેન્ટિલેટર પર મુકવામાં આવ્યો છે. આ યુવકનું નામ ઓમ પ્રકાશ પાંડે છે. આ કેસમાં કલમ 330- ધાક ધમકી આપી ગુનો કબૂલાત કરાવવા, 342 - ઈચ્છાપૂર્વક નુકશાન પહોંચાડવું, 348- જબરદસ્તી કબૂલાત મેળવી લેવાની અને મિલકત સોંપવાની ફરજ પાડવા અને 342- ગેરકાયદેસર અટકાયત તથા 324- ભયંકર શસ્ત્રો અને સાધનો વડે વ્યથા પહોચડવાની 34 - સામાન્ય ઈરાદો પાર પાડવા માટે અનેક વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલ કાર્ય હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તાજેતરની માહિતી મુજબ  PI ખીલારીને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. જ્યારે તમામ પોલીસકર્મી ફરાર થઈ ગયાં છે. હાલ PI ખીલરી સહિત આઠ પોલીસકર્મી સામે  ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

PI સસ્પેન્ડ

By

Published : Jun 1, 2019, 9:53 AM IST

Updated : Jun 1, 2019, 10:32 AM IST

ચોરીના આરોપસર લાવવામાં આવેલ આરોપીને સુરતની ખટોદરા પોલીસ દ્વારા ભારે ફટકારતા તે બેભાન થઈ ગયો હતો અને ગંભીર હાલતમાં તેને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બાદમાં શંકમંદ આરોપી જાતે સિવિલ હોસ્પિટલમાંથી નાસી છૂટ્યો હોવાની વાત સિવિલ હોસ્પિટલના સુત્રો થકી જાણવા મળી હતી. જો કે, બાદમાં યુવક ખટોદરા વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું હતું. અહીં આવેલ હોસ્પિટલમાં યુવક જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતો હોય તેને ICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે યુવકને માર મારવાની વાતને પોલીસે નકારી કાઢી હતી, પરંતુ આ ઘટનાની અંદર પોલીસની માનવતા જાણે મરી પરવડી હોય તેમ આરોપીને હોસ્પિટલમાં દવા વિના જ કણસતો છોડી દેવામાં આવ્યો હતો. જેથી હોસ્પિટલના તબીબો પણ દર્દીને કોઈ દવાનો સામાન લાવી આપે તેની કલાકો સુધી વાટ જોઈ બેઠા હોય, ત્યારે આ ઘટનાના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા અને તપાસ શરૂ કરી હતી.

સુરત યુવકને માર મારવાનો કેસઃ PI સહિત 8 પોલીસકર્મી સામે ફરિયાદ, PI સસ્પેન્ડ

આરોપી પોલીસ કર્મચારીઓ..

  • 1.એમ.બી.ખીલેરી ( પીઆઇ ખટોદરા પો.સ્ટે.)
  • 2.સી.પી.ચૌધરી( પીએસઆઇ ખટોદરા પો.સ્ટે.)
  • 3.હરીશભાઈ ( ડી- સ્ટાફ માણસ)
  • 4.કનકસિંહ ( ડી.- સ્ટાફ માણસ)
  • 5.પરેશભાઈ ( ડી - સ્ટાફ માણસ)
  • 6.અશિષભાઈ ( ડી- સ્ટાફ માણસ)
  • 7.કલ્પેશભાઈ ( ડી - સ્ટાફ માણસ)
  • 8.જીતુભાઇ ( ડી - સ્ટાફ માણસ)

સુરતની ખટોદરા પોલીસ વિવાદમાં આવી છે. પોલીસ સુત્રોના જણાવ્યાનુસાર ચોરીના આરોપસર લાવવામાં આવેલ ઓમ પ્રકાશ પાંડે નામના શખ્સની ખટોદરા પોલીસના સર્વેલ્સ સ્ટાફના માણસો દ્વારા ગુનો ઉકેલવા ભારે પિટાઇ કરવામાં આવી હતી. જેથી શંકમંદ આરોપી પોલીસ મથકમાં જ બેભાન થઇ જતાં પીઆઇ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. આ ઘટનાની જાણકારી મળતા ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ તાત્કાલિક પોલિસ મથકે દોડી આવ્યા અને બેભાન પડેલા શંકમંડ આરોપીને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.

જ્યારે આ મામલે ખટોદરા પોલીસ મથકના એસીપી એન.એસ.દેસાઈને પૂછવામાં આવ્યું, તો તેમને જણાવ્યું કે, આરોપીને શ્વાસમાં તકલીફ થતા તે બેભાન થઈ ગયો હતો. જેના કારણે સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જો કે એસીપીના આ નિવેદન બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ આરોપી નાસી છૂટ્યો હોવાની માહિતી હોસ્પિટલના વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળી હતી, પરંતુ બાદમાં આરોપી ગંભીર હાલતમાં ખટોદરા વિસ્તારમાં આવેલી યુનિક હોસ્પિટલના આઇસીયું વોર્ડમાં દાખલ હોવાનું બહાર આવ્યું હતું, ત્યારબાદ ખટોદરા પોલીસ મથકના એસીપીના નિવેદન સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. હવે જાણવા મળી રહ્યું છે કે, યુવક વેન્ટિલેટર પર છે.

બીજી તરફ આ ઘટનામાં જાણે પોલીસની માનવતા પણ મરી પરવડી હોય તેમ હોસ્પિટલમાં દાખલ આરોપીને દવા વિના જ કણસતો રાખી અધિકારીઓએ હાથ ઊંચા કરી લીધા હતા. હોસ્પિટલના આઇસીયું વોર્ડના તબીબો કલાકોથી દવાનું લિસ્ટ લઈ વાટ જોઈ રહ્યા હતા, પરંતુ પોલીસ જાને માનવતા ભૂલી હોય, તેમ દવા આપવા માટે તસ્દી સુધા લીધી નહોતી. જેના કારણે ગંભીર હાલતમાં દાખલ દર્દી કણસતો રહ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં પણ સ્પષ્ટ દેખાય છે અને તબીબ જાતે જણાવી રહ્યા છે કે, હજી સુધી દવા આપવા માટે કોઈ પણ વ્યક્તિ આવ્યા નથી. એટલું જ નહીં આ ઘટના પર પડદો પાડવા ખટોદરા પોલીસ દ્વારા ભરપૂર પ્રયાસ કરવામાં આવ્યા હતાં. જો કે સત્યને છુપાવવાથી છૂપતું નથી તે હકીકત બહાર આવી, પરંતુ સવાલ અહીં એ થાય કે આરોપીને જો સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, તો સિવિલથી ખાનગી હોસ્પિટલ કોના દ્વારા લઇ જવામાં આવ્યો તે એક મોટો સવાલ છે. ખટોદરા પોલીસ મથકના જ કેટલાક પોલીસ કર્મચારીઓ સામે આંગળી ચિધાઈ રહી છે, ત્યારે જાણવું એ પણ જરૂરી છે કે સુરત પોલીસ કમિશનર સતીશ શર્મા આ મામલે હવે કેવી તપાસ કરાવે છે અને કસૂરવાર પોકિસ કર્મચારીઓ વિરુદ્ધ ક્યાં પ્રકારના પગલાં ભરે છે તે જોવુ રહ્યું...

Last Updated : Jun 1, 2019, 10:32 AM IST

ABOUT THE AUTHOR

...view details