ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં 'મેટ્રો વરદાન કે અભિષાપ?'ના પોસ્ટર લાગ્યા, કાદલશાની નાળના સભ્યોએ વિરોધ નોંધાવ્યો

એક તરફ સુરતને મેટ્રો ટ્રેન મળી છે તો બીજી તરફ આ મેટ્રો ટ્રેનના કામકાજથી લોકો હેરાન થઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકાએ ખજોદ ગામથી ચોક બજાર અને ચોકબજારથી સુરત રેલવે સ્ટેશન સુધીની મેટ્રો ટ્રેનની કામગીરી શરૂ કરી દીધી છે. નાનાપુર વિસ્તારમાં આવેલા કાદલશાની નાળના સભ્યોએ મેટ્રો ટ્રેનના પોસ્ટરો સાથે એક સંદેશ આપ્યો હતો. જોકે, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સુરતના પ્રવાસે હતા તે દરમિયાન પોસ્ટર પર સંદેશ આપવામાં આપ્યો હતો. પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું કે, આ મેટ્રો વરદાન કે અભિષાપ?

સુરતમાં 'મેટ્રો વરદાન કે અભિષાપ?'ના પોસ્ટર ઠેરઠેર લાગ્યા
સુરતમાં 'મેટ્રો વરદાન કે અભિષાપ?'ના પોસ્ટર ઠેરઠેર લાગ્યા

By

Published : Feb 27, 2021, 12:44 PM IST

  • મેટ્રો ટ્રેનના કામકાજથી કાદલશાની નાળના લોકો હેરાન-પરેશાન
  • સુરતના સરથાણા ખાતે દિલ્હીના મુખ્યપ્રધાને સભા સંબોધી હતી
  • કેજરીવાલ સભા સંબોધી તે પહેલાં મેટ્રો ટ્રેનના પોસ્ટર પર સંદેશ લખાયો

સુરતઃ મેટ્રો લાઈનને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા ખજોદ ગામથી ચોક બજાર અને ચોક બજારથી સુરત રેલવે સ્ટેશન સુધીની મેટ્રો ટ્રેન માટેની કામગીરી શરૂ થઈ ગઈ છે. ત્યારે ખજોદ ગામથી ચોક બજારની વચ્ચે આવનારો વિસ્તાર નાનપુરા વિસ્તારમાં આવેલા કાદલશાની નાળના સભ્યોએ મેટ્રો ટ્રેનના પોસ્ટરો નીચે સંદેશ લખ્યો હતો. આ સંદેશ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સુરતના પ્રવાસે આવ્યા હોવાથી લખવામાં આવ્યો હતો. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને મેટ્રો રેલના પોસ્ટરો સાથે એક સંદેશો આપવા માટે આવી પહોંચ્યા હતા. કાદલશાની નાળના વ્યક્તિઓ દ્વારા પોસ્ટરોમાં એમ લખવામાં આવ્યું હતું કે, મેટ્રો ટ્રેન કાદલશાની નાળ માટે વરદાન છે કે અભિષાપ છે.

અરવિંદ કેજરીવાલ સભા સંબોધે તે પહેલા મેટ્રો રેલના પોસ્ટરો પર લખાણ લખાયું

સુરતના સરથાણા ખાતે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પ્રજાનું અભિવાદન અને સભા સંબોધે તે પહેલાં સુરતના નાનપુરા વિસ્તારના કાદલશાની નાળના ભાઈયો દ્વારા પોસ્ટરો લઈને મોદી સરકાર ઉપર પ્રોજેક્ટના નામે બેરોજગારી કરવાનું કામ કરે છે. શું આ મોદી સરકારને સારૂં લાગશે? તેવા પોસ્ટરો લઈને ઉભા હતા.

મેટ્રો ટ્રેન પ્રોજેક્ટથી 41 દુકાનદારો બેરોજગાર

સુરત મહાનગરપાલિકા દ્વારા જે મેટ્રો ટ્રેનની કામગીરી શરૂ કરવામાં આવી છે. તે કામગીરીમાં સુરતના નાનપુરા વિસ્તારના કાદલશાની નાળના 41 દુકાનદારોનું ભવિષ્ય જોખમમાં મૂકાયું છે. કારણ કે, મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટમાં કાદલશાની નાળ ખાતે પણ એક મેટ્રો સ્ટેશન બનાવવામાં આવશે. જેના કારણે 41 દુકાનો હાલ થોડા દિવસોમાં ડિમોલિશન કરવામાં આવશે અને 41 દુકાનદારોને હજી સુધી કોઈ જ પ્રકારની જગ્યા કે પછી રોજગારી આપવામાં આવી નથી. શું આ મોદી સરકાર માટે યોગ્ય ગણાય. 41 દુકાનદારોનું ભવિષ્ય હાલ જોખમમાં મૂકાયું છે. આ માટે અમે દિલ્હીના મુખ્યપ્રધાનને અરવિંદ કેજરીવાલ આ પોસ્ટરો દ્વારા માહિતી આપવા માગીએ છીએ. અમે આ પોસ્ટર દ્વારા અરવિંદ કેજરીવાલને એમ સંદેશો આપવા માંગીએ છીએ. સુરતમાં આ રીતે ભ્રષ્ટાચાર અને લોકોને રોજગારી સાથે રમતરમવામાં આવી રહી છે.લોકોના ભવિષ્ય સાથે મોદી સરકાર રમી રહી છે.

ABOUT THE AUTHOR

...view details