ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં ગર્ભવતી મહિલા હોમગાર્ડે પોલીસ કમિશ્નર સામે ન્યાયની માગ કરી

સુરતમાં ગર્ભવતી હોમગાર્ડ મહિલા સોમવારના રોજ પોલીસ કમિશ્નર સામે ન્યાયની માગ કરવા પહોંચી હતી. પ્રેમ લગ્ન કરનાર મહિલા હોમગાર્ડને પતિએ તરછોડી દીધી છે. 10 વર્ષની પુત્રી અને ગર્ભવતી પત્નીને તરછોડી બીજા લગ્ન કર્યા છે. પીડિતાએ જણાવ્યું કે, પતિ બુટલેગર છે. પોલીસ ફરિયાદ થયા બાદ પણ આરોપી પતિ તરફથી ધાક ધમકી આપી રહ્યાં હોવાની ફરિયાદ મહિલા હોમગાર્ડે કરી છે.

ગર્ભવતી મહિલા હોમગાર્ડ પોલીસ કમિશ્નર સામે ન્યાયની માંગ કરવા પહોંચી
ગર્ભવતી મહિલા હોમગાર્ડ પોલીસ કમિશ્નર સામે ન્યાયની માંગ કરવા પહોંચી

By

Published : Feb 10, 2020, 6:27 PM IST

Updated : Feb 10, 2020, 6:49 PM IST

સુરત: શહેરમાં 10 વર્ષની પુત્રી સહિત ગર્ભવતી મહિલા હોમગાર્ડને તરછોડવામાં આવતા પોલીસ કમિશ્નરને ફરિયાદ નોંધાઇ છે. ચંદ્રેશ રાણા નામના યુવક સાથે મહિલાના વર્ષ 2007માં પ્રેમ લગ્ન કર્યા હતા. તેમ છતાં અન્ય મહિલા સાથે લગ્ન કરી લેતા મહિલા હોમગાર્ડને ઘરેથી કાઢી મૂકી હતી. મહિલાને સાત માસનો ગર્ભ છે. પતિ અને પરિવારના લોકો ગર્ભપાત કરવા દબાણ પણ કરી રહ્યા હોવાનો આક્ષેપ મહિલા દ્વારા કરવામાં આવ્યો છે.

સુરતમાં ગર્ભવતી મહિલા હોમગાર્ડે પોલીસ કમિશ્નર સામે ન્યાયની માગ કરી
આગાઉ પોલીસ ફરિયાદ કરવા છતાં કોઈ ન્યાય ન મળતા અંતે પોલીસ કમિશ્નરના શરણે મહિલા હોમગાર્ડ આવી પહોંચી હતી. આરોપી પતિ વિરુદ્ધ કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી.
Last Updated : Feb 10, 2020, 6:49 PM IST

ABOUT THE AUTHOR

...view details