છેલ્લા કેટલાક સમયથી સુરતમાં લોકસભા ચૂંટણી પ્રચાર માટે તૈયાર થતી સાડીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી , વિંગ કમાન્ડર અભિનંદન, સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકની તસ્વીર જોવા મળી રહી હતી. જેને ખૂબ પ્રસિદ્ધિ મળી રહી હતીપરંતુ સાડીના વેપારીઓને આ પ્રસિદ્ધિ ભારે પડી ગઈ છે.
મળતી માહિતી પ્રમાણેદિલ્હીના વકીલ ગૌરવ ગોડે સુરતના વેપારીઓને આ મુદ્દે નોટિસ ફટકારવાની શરૂ કરી છે. ગૌરવે રૂ.1 કરોડનો દાવો સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારો પર માંડ્યો છે.
વકીલ ગૌરવ ગૌડે જણાવ્યું હતું કે, સાડીઓ ઉપર જે પીએમ મોદી અને સૈનિકોની તસ્વીર મુકવામાં આવી છે તે પગની પાસે છે જે આપત્તીજનક છે. જેથી જે 1 કરોડની રકમ છે. તે આર્મી વેલ્ફેર ફંડમાં જમા કરાવવાની રહેશે.સાથે ETV ભારત સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ જણાવ્યું છે કે, આવી સાડીઓ જે વેપારીઓએ બનાવી છે અથવા વેચાણ કરવામાં આવશે તે તમામને નોટિસ ફટકારવામાં આવશે.
જે વેપારીને આ પ્રથમ નોટિસ મળી છે તેઓએ નામ ન બતાવવાની શરતે જણાવ્યું કે, તેઓએ માત્ર એક સાડી ખાદી ઉપર બનાવી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર હતી.