ગુજરાત

gujarat

ETV Bharat / state

કોસ્ટેબલ્સ શિસ્તબદ્ધ રીતે સેલ્યુટ મારતાં શીખે અને પરેડમાં એક્યુરસી જાળવી શકે તે માટે સુરતમાં ફીલ નર્સરી શરૂ

સુરત શહેરમાં તાલીમ રહેલાં નવા 550 રિકુટ કોન્સ્ટેબલ શિસ્તબદ્ધ રીતે સેલ્યુટ મારતાં શીખે અને પરેડમાં એક્યુરસી જાળવી શકે તે માટે સુરતમાં ફીલ નર્સરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.ગુજરાતમાં કરાઇ પોલીસ અકાદમી ,ગોધરા અને સાબરકાંઠા બાદ સુરત રાજ્યનું ચોથું શહેર બન્યું છે. પોલીસ કમિશનર દ્વારા વિધિવત ઉદ્દઘાટન કરી પોલીસ જવાનો માટે અર્પણ કરવામાં આવ્યું હતું.

સુરતમાં ફીલ નર્સરી શરૂ
સુરતમાં ફીલ નર્સરી શરૂ

By

Published : Jan 5, 2021, 12:02 PM IST

  • ટ્રેનીંગના કારણે તેઓ શિસ્તબધ અને મજબુત ઈરાદાવાળા બનીને બહાર આવે
  • પોલીસની શિસ્તબદ્ધતા તેમની પરેડ અને સેલ્યુટથી અંકાય
  • સુરતમાં ફીલ નર્સરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો
    સુરતમાં ફીલ નર્સરી શરૂ


સુરત : કોન્સ્ટેબલથી લઈને આઈ.પી.એસ. સુધીની ભરતી થાય ત્યારે નવ મહિના સુધી તેમને ટ્રેનીંગ આપવામાં આવે છે. આ ટ્રેનીંગના કારણે તેઓ શિસ્તબધ અને મજબુત ઈરાદાવાળા બનીને બહાર આવે છે.પોલીસની શિસ્તબદ્ધતા તેમની પરેડ અને સેલ્યુટથી અંકાય છે. જયારે પણ ઉપરી અધિકારી આવે ત્યારે તેને નીચી રેન્કના કર્મચારીએ સેલ્યુટ મારવાની હોય છે.સેલ્યુટ મારતી વખતે 45 ડીગ્રીનો કાટકોણ બને તે જરૂરી છે.

અનેક નિયમનો પોલીસને શીખવવામાં આવે

તે જ રીતે પરેડ દરમિયાન કદમતાલ, ઉચાઇ પ્રમાણે કમરની હાંડકા સુધી અથવા તો 12 ઈચ હોવાનું જોઈએ. દાહીને મુડમાં 90 ડીગ્રી ટન અને પીછે મુડમાં 190 ડીગ્રી ટન જરૂરી છે. ધીમે ચાલ 15 ઇંચના બે ભાગ કરીને 30 ઈંચનો કદમ ફરજીયાત છે.એવા અનેક નિયમનો પોલીસને શીખવવામાં આવે છે. સુરત શહેર મેટ્રો સીટી બનાવની સાથે હેડ ક્વોટરમાં 4 વર્ષથી તાલીમ ભવન પણ બની ગયું છે. પરંતુ વર્ષ 2017માં 300ની બેચ બાદ નવા રીક્રુટસને ટ્રેનીંગ આપવામાં આવતી ન હતી.

પોલીસ અકાદમી , ગોધરા અને સાબરકાંઠા બાદ સુરત રાજ્યનું ચોથું શહેર બન્યું

કોરોનાને કારણે જે તે શહેર માટે ભરતી પામેલા નવા રિક્રુટમેન્ટ તેમના શહેરમાં જ તાલીમ માટે મોકલવામાં આવતા સુરત પોલીસને નવો 550 બેચ તાલીમ માટે મળ્યો છે.આ રીક્રુંટસને છેલ્લા કેટલાક મહિનાથી અઠવા લાઈન્સ પોલીસ મથકે જ તાલીમ અપાઈ રહી છે.આજે સુરતમાં ફીલ નર્સરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.ગુજરાતમાં કરાઇ પોલીસ અકાદમી, ગોધરા અને સાબરકાંઠા બાદ સુરત રાજ્યનું ચોથું શહેર બન્યું છે.આજે તેનું પોલીસ કમિશનર દ્વારા વિધિવત ઉદ્દઘાટન કરી પોલીસ જવાનો માટે અર્પણ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details