સુરત: આજના ભાગદોડ અને તણાવ ભર્યા જીવનમાં હસવું એ સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે. તે યાત્રાની શરૂઆત કરતા પહેલા સુરતના લાફટર કિંગ કમલેશ મસાલાવાળાએ પોતાની કળાથી લોકોને ખલખલાટ હસાવ્યા હતા.
જીવનમાં સુખ અને દુઃખ બંને માનવીના એકબીજા તાંતણે બંધાયેલા છે. ક્યારેક સુખ તો ક્યારેક દુઃખની લાગણીનો સામનો માનવીએ કરવો પડતો હોય છે. આજના તણાવભર્યા અને ભાગદોડ ભર્યા જીવનમાં હળવાશની પળો ભાગ્યેજ સમય આવ્યે મળતી હોય છે અને પોતાના જીવનનો આનંદ લોકો માનતા હોય છે, ત્યાં આવો જ એક પ્રસંગ સુરતમાં જોવા મળ્યો હતો.
ઉધના રેલવે સ્ટેશન પર યાત્રીઓ ખલખલાટ મન મુકીને હસ્યાં એકસાથે વૈષ્ણોદેવીની યાત્રાએ જવા નીકળેલા 1680 જેટલા લોકોએ યાત્રાની શરૂઆત કરતા પહેલા થોડો સમય માટે ખલખલાટ હસવાનો આનંદ ઉઠાવ્યો. સામાન્ય રીતે રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળતી હોય છે. જે વાત કોઈ મોટી નથી,પરંતુ રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં એકસાથે લોકો હસતા નજરે પડે,તો ચોક્કસ કોઈને પણ વિચારવા આવી જાય.
સુરતના ઉધના રેલવે સ્ટેશન કે, જ્યાં રાધાકૃષ્ણ મંદિર ટ્રસ્ટ દ્વારા વૈષ્ણોદેવી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.જેમાં 1680 જેટલા લોકો યાત્રામાં જોડાયા હતા.ઉધના રેલવે સ્ટેશન ઉભેલી ટ્રેનઆ યાત્રીઓની હતી, જ્યાં 1680 જેટલા લોકો વૈષ્ણોદેવી યાત્રા માટે ગુરુવારના રોજ મધરાત્રે જવા રવાના થયા હતાં. જો કે, યાત્રા અગાઉ તમામ લોકો સુરતના લાફટર કિંગ કમલેશ મસાલાની આગેવાનીમાં ખલખલાટ હસ્યાં હતા.
જીવનમાં ભાગદોડ ,હરવા-ફરવાની સાથે સાથે ભરપૂર આનંદ સને હર્ષોલ્લાસ પણ મળવો જોઈએ તે આશ્રયથી ઉધના રેલવે સ્ટેશન પર યાત્રીઓ ખલખલાટ મન મુકીને હસ્યાં હતા. લાફટર થેરાપી લીધા બાદ તમામ લોકો ટ્રેનમાં યાત્રાએ જવા રવાના થયા હતા. જો કે, લાફટર થેરાપીને લઈ યાત્રીઓના ચેહરા પર એ સ્મિત જોવા મળી રહ્યું હતું.
રોજ બરોજની ભાગદોડવાળી જિંદગીથી ક્યારેક માનવી ખુબ જ તણાવમાં આવી જતો હોય છે, પરંતુ ક્યારેક આવી પળો જ્યારે માનવીને મળતી હોય ,ત્યારે ચોક્કસથી મન અને તનથી તેના શરીરને સંપૂર્ણ આનંદ પણ તેટલો જ મળતો હોય છે,જે ઉધના રેલવે સ્ટેશન પરથી ઉપડેલી યાત્રા અગાઉ 1680 જેટલા લોકોએ લાફટર થેરાપીનો આનંદ માણી રવાના થયા.